સુરત જીલ્લામાં અવારનવાર ચોરી અને લૂંટનાં બનાવો બનતા રહે છે જેને ડામવા માટે સુરત ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં સુરતનાં કતાર ગામ વિસ્તારમાં પાર્થ કોમ્પ્લેક્ષમાં આવેલા પ્રસંગ જવેલર્સમાં લૂંટનાં ઇરાદે દુકાનમાં ઘુસી જવેલર્સનાં મલાઇકને જીવલેણ ઇજાઓ કરનાર આરોપીને સુરતની ક્રાઇમ બ્રાંચે ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડયા છે.
સુરત શહેર પોલીસ કમિશનર તથા અધિક્ષક પોલીસ કમિશનર ક્રાઇમ રેન્જ ટ્રાફિકને તા.2/1/21 નાં રોજ કતારગામ પોલીસ સ્ટેશને પ્રસંગ જવેલર્સ નામની દુકાનમા અજાણ્યા ઇસમો લૂંટનાં ઇરાદે દુકાનમાં ઘુસી પ્રસંગ જવેલર્સનાં માલિક નિતિનભાઈ નગીનભાઈ સોની જેઓ સુરતનાં અમરોલી વિસ્તારમાં પરદેશી પાર્ક સોસાયટીમાં રહે છે. તેમણે આ આરોપીઓએ ચપ્પુનાં ઘા મારી હત્યાની કોશિશ કરી નાસી જવાનો ગંભીર ગુનો કરેલ હોય, આ કામના આરોપીને ત્વરિત ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચનાં ડી.સી.બી. એ આ પ્રકારનાં ગુનામાં સંડોવાયેલા આરોપી પર વોચ રાખી હતી જે હેતુસર ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા CCTV ફૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને પોકેટ કોપ દ્વારા આ કામના અજાણ્યા ઇસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન ડી.સી.બી. પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે જવેલર્સમાં લૂંટનાં ઇરાદે આવેલ બે અજાણ્યા ઇસમો અહીં નાસતા ફરતા સરથાણા જકાતનાકા પાસે હોય આ ચોકકસ બાતમીનાં આધારે સુરત ક્રાઇમ બ્રાંચનાં ડી.સી.બી. અને પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી (1) સંદીપ સુરેશભાઇ ડુંગરાણી) (લેઉવા પટેલ) (2) નીકુર ચકુરભાઈ ભાંગરાડીયા (લેઉવા પટેલ) નાઓને સરથાણા જકાતનાકા નવજીવન રેસ્ટોરન્ટની સામે સર્કલ પાસે ચોરી કરેલી વગર નંબરની હીરો સ્પેલન્ડર કિં .રૂ.30,000 તેમજ મોબાઈલ નંગ 2 કિં.રૂ. 10,500 મળી કુલ રૂ.70,500 નો મુદામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાંચ સુરત શહેરનાં ડી.સી.બી.એ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.