કાર્યકર્તાઓએ ચૂંટણી અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા…
ઉમરપાડા તાલુકામાં આગામી દિવસોમાં તાલુકા જિલ્લાની ચૂંટણી યોજનાર હોય રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે, ત્યારે રાજકીય કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી છે ત્યારે આજે સંભવિત ઉમેદવારોને સાંભળ્યા હતા.
સમગ્ર રાજ્યમાં તાલુકો જિલ્લાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર થી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી માટેની મથામણ રાજકીય પાર્ટી કોંગ્રેસ શરૂ કરી દીધી છે. ઉમરપાડા ખાતે કાર્યાલય ઓફિસ ખાતે ઉંમર પડો તો કોંગ્રેસ સમિતિ નો પ્રમુખ વસાવા હરીશભાઈ ( વાડી), નટુભાઈ , જગતસિંહ, રામસિંહ, મગનભાઈ સંભવિત ઉમેદવારોની રજુઆત ની સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસનો હોદ્દેદારો ,કાર્યકર્તાઓએ, વગેરે કાર્યક્રમમાં હાજર રહી જેઓએ ચૂંટણી અંગેના મંતવ્યો રજૂ કર્યા હતા. તાલુકા પંચાયતની 16 બેઠકના ઉમેદવારો ને સાંભળ્યા હતા જેમાં ૪૮ જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી હતી.. અને બે જિલ્લા પંચાયતની માટે 10 સંભવિત ઉમેદવારોએ માંગણી આગી મનુ સમક્ષ મૂકી છે ,આમ ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા. વાંકલ.