Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક આર. દરજી દ્વારા જાતિય સતામણી અંતર્ગત, અપની બેટી અપના કર્તવ્ય વિષય પર ઓનલાઇન વેબિનાર યોજાયો…

Share

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક આર દરજી દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાતિય સતામણી અંતર્ગત અપની બેટી અપના કર્તવ્ય વિષય ઉપર સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનનાં માધ્યમથી સુરત જિલ્લાના તમામ શિક્ષકો જોડાયા હતા. આ વેબિનારમાં ડૉ. દિપક આર દરજીએ જાતિય સતામણી અંતર્ગત વધુમાં વધુ બાળકોમાં જાગૃતિ ફેલાય એ માટે શિક્ષકોને ખાસ સૂચન કરવામાં આવેલ હતું. આ બાબતમાં સમાજમાં જાગૃતિ આવે તે માટે શિક્ષકોને ખાસ પ્રચાર કરવા જણાવેલ હતું. તજજ્ઞ તરીકે ડો. લતિકાબેન શાહએ નાના બાળકો ઉપર જે જાતિય સતામણી થાય છે અને તેઓને કેવી રીતે માહિતગાર કરવા તે અંગેની ઓનલાઇન ખુબ સુંદર સમજ આપી હતી.

આ વેબિનારમાં જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ પણ જોડાઇ આ બાબતમાં બાળકોમાં જાગૃતિ ફેલાય અને બાળકો આ બાબતથી માહિતગાર થાય એમ જણાવેલ હતું. આ સાથે નાયબ ડી.પી.ઈ.ઓ સ્વાતિબેન પટેલ પણ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. વિજયભાઇ પટેલ, એલ.પી.ડી હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ હાજર રહી સાથ સહકાર આપેલ હતો. વેબિનારમાં શિક્ષકો તરફથી પ્રશ્નો પૂછવામાં આવેલ હતા અને તેઓના પ્રત્યુત્તર પણ ડૉ.લતિકાબેન શાહ દ્વારા આપવામાં આવેલ હતા, આમ આ વેબિનાર ખુબ સફળ રહેલ હતો.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat

ઝધડીયા પો.સટે.ના મારામારીના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

હાંસોટ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!