હિસ્સા આર્ટ દ્વારા 26 અને 27 ડિસેમ્બરે સુરતમાં આયોજિત ગેલેરી હિસ્સાના પ્રથમ ક્યુરેટેડ શો ‘એન્ડ્યુરિંગ માઈન્ડસ’માં સુરતના આર્ટ લવર્સે આ સપ્તાહમાં શહેરના શ્રેષ્ઠ આર્ટિસ્ટિક ટેલેન્ટસ જોયા હતા. સુરતની બહાર આવેલી આર્ટસ ઈનિશિએટિવ, હિસ્સા આર્ટનો હેતુ આર્ટસ અને કલ્ચર કોમ્યુનિટીને સપોર્ટ કરવાનો અને તેમના ટેલેન્ટને દર્શાવવા માટે તેમને એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે.
આ શોમાં આર્ટસ, પેઈન્ટિંગ્સ, ફોટોગ્રાફી, ડિઝાઈન અને વીડિયો વર્કના આર્ટિસ્ટસની સુંદર કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની શહેરના આર્ટ એન્થુઝિયાસિસ્ટસ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઈવેન્ટએ આર્ટસ અને કલ્ચર ઈન્ડસ્ટ્રીને ટેકો આપવાનો પણ પ્રયાસ હતો જે કોરોના વાયરસ મહામારીને કારણે ભારે અસરગ્રસ્ત છે.
શો વિશે બોલતાં, હિસ્સા આર્ટના ફાઉન્ડર, ખૂશ્બુ અગ્રવાલ શાહે જણાવ્યું હતું કે,”અમારી ફર્સ્ટ ઈવેન્ટ પ્રત્યે ખૂબ પ્રેમ અને સમર્થન દર્શાવવા બદલ અમે સુરતની જનતાના આભારી છીએ. અમને મળેલ પ્રશંસા અમારા માટે ટેલેન્ટેડ આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ પૂરું પાડતી આવી વધુ ઈવેન્ટસને ક્યુરેટ કરવા માટે પ્રેરણાદાયક અને પ્રોત્સાહક છે. હિસ્સા આર્ટમાં, અમે સમાન ઈનિશિએટીવ્સનું આયોજન કરવા અને કોમ્યુનિટી સ્પેસ બનાવવા માટે તત્પર છીએ જે ક્રિએટિવ માઈન્ડ્સ અને ફ્રી વોઈસિસને પ્રોત્સાહિત કરે છે.”
હિસ્સા આર્ટસનાં “એન્ડ્યુરિંગ માઈન્ડસ” એ સુરતનાં શ્રેષ્ઠ આર્ટિસ્ટિક વર્ક રજૂ કર્યા.
Advertisement