Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત વિદ્યુત ગ્રાહકોનાં અધિકાર નિયમ 2020 ની પહેલને સુરત ચેમ્બરનો આવકાર…

Share

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમવાર વિદ્યુત ગ્રાહકોના અધિકાર, નિયમ 2020 જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોના કારણે હવે દેશમાં દરેક વિદ્યુત ગ્રાહકને વિદ્યુત સેવા મેળવવા માટેના હક તથા સેવાની ગુણવત્તા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સરકારની આ પહેલને ચેમ્બર દ્વારા આવકારવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વીજળી પુરવઠો પુરી પાડતી મોટા ભાગની કંપનીઓ દેશભરમાં મોનોપોલિસ્ટીક માર્કેટ સ્ટ્રકચર ધરાવતી હોય છે. આથી કરીને ગ્રાહકોને યોગ્ય સેવા મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી. ગુજરાતમાં રેગ્યુલેટરી કમિશન દ્વારા વર્ષે વર્ષાંતર ગ્રાહકલક્ષી ચુકાદાઓ પીટિશનની સામે આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોના હકની ગાઇડલાઇન ન હોવાને કારણે પીડિત ગ્રાહકે રીલિફ મેળવવા માટે કમિશન સુધી લાંબા થવુ પડતું હતું. પરંતુ હવે આ નિયમો આવી જવાને કારણે વીજળી પુરવઠો પુરી પાડતી દરેક કંપનીએ પોતાના ગ્રાહકોને સાંભળવા પડશે તથા નિશ્ચિત સમય મર્યાદામાં ગ્રાહકોની ફરિયાદનો નિકાલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.ગ્રાહકો માટેના નવા નિયમ મુજબ વીજળી પુરવઠો પુરી પાડતી કંપનીઓએ ગ્રાહકોને મેટ્રો શહેરોમાં 7 દિવસમાં, અન્ય શહેરોમાં 15 દિવસમાં અને ગ્રામિણ વિસ્તારમાં 30 દિવસની સમય મર્યાદામાં વીજળી જોડાણ આપવાના રહેશે. આ અંગેનું ઉલ્લંઘન કરનાર કંપની સામે દંડાત્મક કાર્યવાહી કરવા સુધીની જોગવાઇ નવા નિયમમાં કરવામાં આવી છે. તદુપરાંત ગ્રાહક, પ્રોજ્યુમર બની શકે છે અને તે અંગે 10 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ નાંખવા માટે નેટ મીટરીંગની સુવિધા તથા 10 કિલોવોટ ઉપર ગ્રોસ મીટરીંગની સુવિધા મેળવવાને પાત્ર થાય છે. પ્રોજ્યુમર એ ગ્રાહકનો દરજ્જો બનાવી રાખશે અને તેને સામાન્ય ગ્રાહકની જેમ જ અધિકાર પણ મળી રહેશે. નવા નિયમોમાં મીટરીંગ મેનેજમેન્ટ, બીલીંગ અને ચૂકવણી, ડિસ્કનેકશન અને રિકનેકશન, સપ્લાય વિશ્વસનિયતા, વળતર પદ્ધતિ, ઉપભોકતા સેવાઓ માટે કોલ સેન્ટર અને ફરિયાદ સમાધાન વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભારતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, હવામાન વિભાગે કરી પુષ્ટી

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂર તેના નવા રોમેન્ટિક ગીત ઓ માહીથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા

ProudOfGujarat

સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત સ્‍વચ્‍છતા રથનું(ડીઝીટલ મોબાઇલ વાન) જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એસ.એમ.ગામીતે કરાવેલું પ્રસ્‍થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!