Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની દીકરીએ જીમ્નાસ્ટિકમાં મેળવ્યો રાજ્યકક્ષાનો એવોર્ડ

Share

સુરત, 21 ડિસેમ્બર : રમતગમત અધિકારીની કચેરી-સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.ધામેલિયા વિશાખાએ ત્રીજા ધોરણથી જિમ્નાસ્ટિક રમવાનું શરૂ કર્યું છે. તેણીએ પહેલી જ નેશનલ કોમ્પિટિશનમાં ચંદીગઢ ખાતે બ્રોંઝ મેડલ મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આજ સુધીમાં ખેલ મહાકુંભ, જિમ્નાસ્ટિક એસોસિએશન આયોજિત ટૂર્નામેન્ટ, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા યોજાયેલ રમતોમાં કુલ 102 મેડલ મેળવ્યા છે.

એવૉર્ડની ખુશી વ્યક્ત કરતાં વિશાખાએ જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્ર મને માર્ગદર્શન આપનાર સૂર્યપુર વીર વ્યાયામશાળાના પંકજભાઈ કાપડિયા, રવિભાઈ તાંદલેકરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિમ્નાસ્ટિક એસોસિએશન કૌશિકભાઈ બીડીવાલા અને રણજિતભાઈ વસાવા તરફથી પણ હંમેશા પ્રોત્સાહન મળ્યું છે. આજ સુધી મેં પી.પી.સવાણી વિધાભવન, બાયોનિક્સ ઇંટરનેશનલ એકેડેમી અને કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કર્યો છે. આ તમામ શાળા પરિવાર દ્વારા પણ હંમેશાં સહયોગ પ્રાપ્ત થયો છે. મારા માતાપિતા અને ધામેલિયા પરિવારે પણ હંમેશાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું.આજના સમયમાં આપણે અભ્યાસનું ખૂબ મહત્ત્વ આપીએ છીએ, પણ રમતગમતને પણ મહત્ત્વ આપવાની જરૂર છે. જો માતાપિતા અને શાળા પરિવાર વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન આપે તો આજના વિદ્યાર્થીઓ મતગમત ક્ષેત્રે પણ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી શકે તેમ છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા પણ નેશનલ પ્લેયરને વિવિધ યોજના અંતર્ગત આર્થિક મદદ કરવામાં આવે છે. જે ખૂબ આનંદની વાત છે.

Advertisement

Share

Related posts

આમોદ જંબુસર માર્ગ પર ગટર તૂટી જતા એક ઇટ ભરેલો આઇસર ટેમ્પો ફસાયો…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરતના રહેવાસીઓ દ્વારા સહાય કરાઇ

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાના “પો પો પો” ગીતને જબરદસ્ત પ્રશંસા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!