સુરત, 21 ડિસેમ્બર ( હિ.સ.) : સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારી કોરોનાની મહામારીએ લોકોને તન,મન અને ધનથી ભાંગી નાખ્યા છે તેમ કહીએ ખોટું નહીં કહેવાય.આર્થિક ભીંસના કારણે કોરોના કાળમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.ત્યારે, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક વકીલે તેના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
સુત્રોથી મળતી જાણકારી મુજબ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આશિયાના કોમ્પલેક્ષમાં આદમ સુલેમાન જરંગ(ઉ.વ.49) રહેતા હતા. તેઓ ઘણા વર્ષોથી વકીલાત કરતા હતા. તેઓ એક વકીલને ત્યાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.સોમવારે સવારે નમાઝ પઢી ઘરે આવ્યા બાદ તેઓએ દરવાજો બંધ કરી દીધો હતો.ઘણા લાંબા સમય સુધી તેમણે રૂમનો દરવાજો ન ખોલતા પરિવારજનોને શંકા ઉભી થઇ હતી અને આથી તેઓએ દરવાજો તોડી નાખ્યો હતો.રૂમની અંદરનું દ્રશ્ય જોતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.કારણ કે, તેઓ ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં જોવા મળ્યા હતા.કોરોનાના કારણે હાલ કોર્ટમાં કામકાજ બંધ હોય તેઓ છેલ્લા 8 મહિનાથી કોર્ટ ગયા ન હતા અને તેના કારણે આર્થિક ભીંસ ભોગવી રહ્યા હતા અને આજ કારણોસર તેણે આવું પગલું ભર્યું હોય શકે.તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને તેનો તેમનો પુત્ર યુરોપ માં MBBS નો અભ્યાસ કરે છેજયારે પુત્રી 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે.તેમના જવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
સુરત : અડાજણમાં રહેતા વકીલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Advertisement