Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જિલ્લામાં આગામી 24મીએ વર્ચ્યુઅલ યુવા કલા મહોત્સવનું કરાયું આયોજન

Share

સુરત, 21 ડિસેમ્બર ( હિ.સ.) : રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લામાં 15થી 29વર્ષના યુવક યુવતીઓ માટે 24માં યુવા કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કોવિડ-19ની મહામારીને ધ્યાને લઇ તાપી જિલ્લાની યુવા ઉત્સવ તા.24 ડિસેમ્બર,2020 દરમ્યાન જિલ્લા કક્ષાએ વર્ચ્યુઅલ/ઓનલાઇન કરવાની થાય છે. જેમાં લોકનૃત્ય, લોકગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ, ગીટાર, ભરતનાટ્યમ, મણીપુરી, ઓડીસી, કથ્થક, કુચિપુડી, શિધ્ર વકતૃત્વ સ્પર્ધા(અંગેજી, હિન્દી)નું આયોજન કરવાનું થાય છે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ પોતાની ઇવેન્ટની સીડી બનાવી તેની ઉપર પોતાનું નામ, સરનામું, જન્મ તારીખને પોતાની કૃતિનું નામ સીડીના કવર પર તથા લખીને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન વ્યારા-તાપી ખાતે મોકલવાની રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

ProudOfGujarat

વલણ ગામની બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં એ.ટી.એમ ની સુવિધાનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પંથકનાં ગામોમાં વીજ ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!