Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેર-જિલ્લામાં 166 કોરોના ગ્રસ્ત, શહેરમાં 1 નું કરૂણ મોત

Share

સુરત : છેલ્લા એક સપ્તાહથી સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો આંક અંકુશમાં આવ્યો હોય તેમ કોરોના ગ્રસ્ત દર્દીઓની દૈનિક સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ મહામારી ધીમે ધીમે અંકુશમાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 166 દર્દીઓ નોંધાયા છે. જેમાં, સુરત શહેરમાં નવા 130 જયારે સુરત જિલ્લામાં નવા 36 દર્દીઓ નોંધાયા છે. સુરત શહેરમાં નવા 130 દર્દીઓ સાથે શહેરનો કુલ આંકડો 35,564 પર પહોંચ્યો છે. જયારે, જિલ્લાના નવા 36 દર્દીઓ સાથે અત્યાર સુધીનો કુલ આંક 12,152 પર પહોંચ્યો છે. આથી, સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંક હવે 47,116 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1 દર્દીના મોત સાથે મૃતકોનો કુલ આંક 1109 પર પહોંચ્યો છે. જેમાં સુરત શહેરના 826 અને જિલ્લાના 283 મૃતકોનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 135 અને જિલ્લામાં 30 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા કુલ 165 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 33,920 અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11,590 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો શહેર-જિલ્લાનો કુલ આંક 45,510 પર પહોંચ્યો છે. હાલ 1097 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરત શહેરમાં જે નવા 130 દર્દીઓ નોંધાયા છે તેમાં ઝોનવાઈઝ દ્રષ્ટિપાત કરીએ તો સેન્ટ્રલમાં 10, વરાછા એ માં 11, વરાછા બી માં 15, રાંદેરમાં 22, કતારગામમાં 19, લીંબાયતમાં 12, ઉધનામાં 15 જયારે સૌથી વધુ 26 દર્દીઓ અઠવા ઝોનમાં નોંધાયા છે. શહેરમાં કોરોનાના કારણે હાલ 11331 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે નવા 30 દર્દીઓ નોંધાયા છે તેમાં તાલુકા વાઈઝ દ્રષ્ટિ કરીએ તો ચોર્યાસીમાં 13, ઓલપાડમાં 1, કામરેજમાં 7, પલસાણામાં 5, બારડોલીમાં 4, મહુવામાં 1, માંગરોળમાં 5 જયારે માંડવી અને ઉમરપાડામાં એક પણ દર્દી નોંધાયા નથી. જિલ્લામાં હાલ 566 એક્ટિવ ક્લસ્ટર આવેલા છે. જેમાં કન્ટેનમેન્ટ ક્લસ્ટરમાં આવેલા 5966 ઘરોમાં રહેતા 25614 લોકો ક્વોરેન્ટાઇન છે.જયારે, 622 આરોગ્યની ટીમ કામગીરી કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કલાદરા ગામનાં માલધારી સમાજનાં આગેવાનોએ ખરાબાની જમીન ખોદકામનો ઠરાવ ના મંજૂર કરવા અંગે કલેકટરને આવેદન…

ProudOfGujarat

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

ભરૂચ ખાતે કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઈન કેમ કંપનીના ઉપક્રમે સીવણ કલાસ તાલીમનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!