સચિનથી એક જાગૃત્ત વ્યક્તિએ 181 અભયમ પર કોલ કરી જણાવ્યું કે, એક અસ્થિર મગજની મહિલા દોઢ કલાકથી રસ્તા પર કપડાં પહેર્યા વગર આમતેમ ફરે છે, જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન હતી અને યાદદાસ્ત ગુમાવી બેઠી હતી. અભયમ ટીમ મહિલાને કપડાં પહેરાવી કોવિડ ટેસ્ટ માટે લઈ ગઈ હતી. જ્યાં તેનો રિપોર્ટ નેગટિવ આવ્યો. મહિલા પોતાનું નામ, સરનામું કે સગાસંબંધીનું નામ જણાવતી ન હતી. જેથી તેને મંદબુદ્ધિ બિનવારસીની સારસંભાળ રાખતી ‘માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, કામરેજ’ ખાતે આશ્રય અપાવ્યો હતો.મહિલા કે તેના પરિવાર અંગે કોઈને જાણકારી મળે તો અભયમ 181 હેલ્પલાઇન અથવા માનવસેવા ટ્રસ્ટનો સંપર્ક કરવા જણાવાયુ છે, જેથી મહિલાને પરિવાર સુધી પહોંચાડી શકાય.
Advertisement