Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

Share

સૂરત:- ગૃહ રાજયમંત્રી પ્રદિંપસિંહ જાડેજાએ સુરત શહેરના ગોડાદરા ખાતે લોકભાગીદારીથી નિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. સાથે આર્થિક ગુના નિવારણ શાખાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે આરોગ્ય રાજયમંત્રી કિશોર કાનાણી તથા સાંસદ સી .આર.પાટીલ જોડાયા હતા.
આ પ્રસંગે મંત્રીએ કોરોનાના કપરાકાળમાં શહેરના સમગ્ર વહીવટીતંત્રએ સંક્રમણ અટકાવવા કરેલી કામગીરી બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શાંતિ, સલામતી અને સુરક્ષાએ સરકારની પ્રાથમિકતા રહી છે. સુરતએ એશિયાનું સૌથી ઝડપથી વિકાસ કરતુ સીટી છે. શહેરની વધતી જતી વસ્તીને ધ્યાને લઈને રાજય સરકારે ડભોલી પો.સ્ટે. તથા આજરોજ ગોડાદરા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વેસુ અને મોટાવરાછાના ઉત્રાણ ખાતે પણ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે. શહેરમાં આર્થિક ગુના નિવારણ શાખા આજથી શરૂ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નાના વેપારીઓ સાથે છેતરપીડી કરીને ભાગી જનારાઓ સામે કડક હાથે કામ લેવા માટે આ શાખા ધણી ઉપયોગી બનશે. જેમાં એક ડી.વાય.એસ.પી., ત્રણ પી.આઈ., પાંચ પી.એસ.આઈ, આઠ હેડ કોન્સ્ટેબલ, 20 કોન્સ્ટેબલ સહિત કુલ 50 કર્મચારીઓ ફરજ બજાવશે. શહેરની શાંતિ અને સલામતી વધુ બળવતર બને તે માટે સુરત શહેર પોલીસ વિભાગમાં 1516 ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. 912 નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. આગામી દિવસોમાં એક એડીશનલ સી.પી., ત્રણ ડીસીપી સહિત 900થી વધુ જગ્યાઓ મંજુર કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
સુરત શહેરને સેઈફ- સી.સી.ટીવી કેમેરા પ્રોજેકટના મેટેનન્સ માટે રૂા.પાંચ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે પોલીસ બંદોબસ્ત માટે બે એસ.આર.પી.ની કંપનીઓની ફાળવણી પણ સુરતને કરવામાં આવી છે. રાજય સરકારે સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસ બેડામાં સાત વર્ષ દરમિયાન 50 હજાર કર્મચારીઓની ભરતી કરી છે. આગામી દિવસોમાં પોલીસ ભરતીમાં પરંપરાગત ભરતીમાં સુધારો કરીને 12 હજાર લોકરક્ષક પોલીસની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યોછે.પોલી સ્માર્ટની સાથે સાર્પ પણ બની છે. જેના કારણે સુરત શહેરમાં ખુન, ખુનની કોશિશ જેવા ગુનાઓમાં 42 ટકાનો ધટાડો અને ડિટેકશનનો 19 ટકાનો વધારો થવા બદલ સમગ્ર પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નાની વયે યુવાધન નશાબંધીના રવાડે ચડી ન જાય તે માટે ડ્રાઈવ લેવાના કારણે ડ્રગ્ઝ તથા ગાંજાને જપ્ત કરીને ગુનેગારો વિરૂધ્ધ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે.સુરતની પોલીસે પોલિસ મિત્ર બનીને માનવીય અભિગમ અપનાવીને સિનીયર સીટીજનો પાસે મહિનામાં બે વાર જઈને દીકરા તરીકે ફરજ નિભાવીને આવશ્યકતા મુજબ મદદ કરી રહી છે અભિનંદનીય છે. લોકડાઉનમાં ભુખ્યાજનોને ભોજન, મેડીકલ જેવી અનેક જરૂરીયાતો પુરી કરીને પોલીસે સાચા અર્થમાં માનવીય સંવેદનાના દર્શન કરાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસના મૂળમાં સુદઢ કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ વ્યવસ્થા હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, જમીનો પચાવી પાડવાની પ્રવૃત્તિઓ કરનારા ભુમાફીયાઓ વિરૂધ્ધ રાજય સરકારે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ અમલમાં મૂકીને ગુનેગારોને 10 થી 14 વર્ષની કડક સજાની જોગવાઈ કરી છે. તેવી રીતે નશાબંધી વિરૂધ્ધ એકટ, ગૌવંશની હત્યા, ચેન સ્નેકીંગ કરનારાઓ સામે વધુ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ કોરોના સંક્રમણ સામે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, 15 દિવસમાં વેન્ટીલેટર, ઈન્જેકશનો, ડોકટરો સહિતની અનેક સુવિધાઓ સાથે હજારો બેડની સુવિધાઓ સાથે હોસ્પીટલોનું નિર્માણ, લાખો કામદારોને ટ્રેન દ્વારા વતનવાપસી, લાખો લોકોને ભોજન, અનાજ-પાણીની જરૂરીયાતો પુરી પાડીને અદ્દભુત કામગીરી કરી છે.આ વેળાએ સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલે સુરત શહેર પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
આ અવસરે રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરની વસ્તીને ધ્યાને લઈને તબક્કાવાર મહેકમ અનુસાર પોલીસની ફાળવણી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ પોલીસનું સંખ્યાબળની સાથે પીસીઆર વાનો, સી.સી.ટીવી કેમેરાની વધુ ફાળવણી કરવામાં આવશે. માસ્ક ન પહેરવા બદલ છ માસ દરમિયાન રૂા.સાત કરોડનો દંડ તથા કરફયુમાં વાહનો જપ્ત કરવા બદલ 10 કરોડના દંડની વસુલ કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, લિંબાયતમાંથી છુટુ પડીને ગોડાદરા પોલીસ સ્ટેશનએ શહેરનું ૩૧મું પો.સ્ટેશન બન્યું છે જેનાથી આ વિસ્તારની ત્રણથી સાડા ત્રણ લાખ પ્રજાજનોને ફાયદો થશે.સમગ્ર કાર્યક્રમમાં ધારસભ્ય વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, વિનુ મોરડીયા, અરવિંદ રાણા, કાંતિ બલર, વિપુલ ધોધારી, ગૃહ સચિવ નિર્પુણા તોરવણે, આઈ.જી.પી.(વહીવટ) બ્રિજેશ ઝા, પોલીસ કમિશનરઅજય તોમર, મ્યુ.કમિશનર બંછાનીધી પાની, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, કોર્પોરેટરો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ દ્વારા સાતમું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયું.

ProudOfGujarat

વડોદરા પંચવટીમાં રહેતા પિતા-પુત્રએ સિંઘરોટ મહીસાગર નદી ના કૂદકો મારી જીવન ટુકાવ્યું…..!!!!

ProudOfGujarat

મહારાષ્ટ્ર માં ભીમા કોરેગાંવ ખાતે શોર્યદિન નિમિત્તે થયેલ હિંસા બાબતે સંવિધાનિક અન્યાય બાબતે મૂળ નિવાસી બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલી નું આયોજન કરાયું હતું …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!