Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બારડોલી કિસાન સંમેલનમાં વિપક્ષ પર કરાયા આકરા પ્રહાર…

Share

સરદાર પટેલની કર્મભૂમિ એવા સુરત જિલ્લાના બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે આજે સુરત, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોનું કિસાન સંમેલન યોજાયું હતું. ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવા કૃષિ બિલના સમર્થનમાં 4 જિલ્લાના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઇ સરકારના કૃષિ બિલને આવકારી કૃષિ બિલને સમર્થન આપ્યું હતુ. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પટીલ, સાંસદ મનસુખભાઈ વસાવા, દર્શનાબેન જરદોશ સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વર્તમાન કૃષિ બિલથી થનાર ખેડૂતોના ફાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની પાવન ભૂમિમાં કિસાનો માટે અનેક લડાઈઓ લડવામાં આવી છે. સમગ્ર દેશમાં ખેડૂતોને કૃષિ બિલ અંગે ગેરમાર્ગે દોરવામાં આવી રહયા છે. વર્ષો સુધી શાસન કરનારી સરકારોએ ખેડુતોના હિતમાં કોઈ નક્કર યોજના બનાવી ન હતી. જે આ સરકારે બનાવતા દેશના લાખો ખેડૂતોને આ કૃષિ બિલથી લાભ થવાનો છે. આજે ગુજરાતમાં 54 લાખ ખેડૂતો ખેતી કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડૂતોની આવક બમણી થાય તે માટે કટિબદ્ધ છે. કિસાનો સશક્ત બને તે દિશામાં તેઓ કામ કરી રહ્યા છે. કેટલાક લોકો કિસાનોના નામે રાજકીય રોટલો શેકવા અફવા ફેલાવવાનું કામ કરી રહયા છે. પરંતુ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવ ચાલુ જ રહેવાના છે. સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં રૂ.15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે રૂા.2200 કરોડ દર વર્ષે તેમના ખાતામાં જમા થાય છે. દેશના એક પણ ખેડૂતને કૃષિ બિલથી નુકશાન થવાનું નથી. તાપી અને સુરત જિલ્લામાં રૂા.1600 કરોડના ખર્ચે કેનાલો રીપેરીંગના કામો હાથ ધરાયા છે. ખેડૂતોના હિતમાં કામ કરતી આ સરકાર છે. એ.પી.એમ.સી.બંધ થશે એ અફવા નર્યુ જુઠ્ઠાણું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ વર્તમાન સરકાર ખેડુતોના હિતને પ્રાધાન્ય આપી રહી છે. ખાલી વચનો આપવાના બદલે કૃષિ ક્ષેત્રને સમૃધ્ધ બનાવી ખેડુતોને સશક્ત બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી ખેડુતોની આવક બમણી કરવાની દિશામાં અનેક પગલા લીધા છે. કૃષિ બિલથી દેશના ખેડુતોએ દલાલોની ચુંગાલમાંથી મુક્તિ મળશે અને પોતાની ઉપજને ઈચ્છા મુજબ દેશના કોઈ પણ ખૂણે વેચાણ કરવાની તક મળશે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ચૂંટાયેલી સરકાર લોકસભામાં સઘન રીતે ચર્ચા-વિચારણા કરીને બિલ મુકે છે, જે બહુમતીથી બિલ પાસ થાય છે. ત્યારે કોઈ બિલને રોકી ન શકે. દેશને અસ્થિર કરવા તેમજ રાજકીય લાભ લેવા માટે દિલ્હીને ઘેરો કરવામાં આવે એ યોગ્ય નથી. તેમ જણાવી ઉમેર્યુ હતુ કે, માત્ર બે જ રાજ્યોમાં આ આંદોલનો ચાલે છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોના ખેડૂતોએ કૃષિ બિલને સમર્થન આપ્યું છે. આધુનિક ટેકનોલોજીથી ખેડૂતો ખેતી કરે અને આપણા ખેડૂતો વિકાસ કરે, આગળ વધે એ જ સરકારનો પ્રયાસ છે.આ કિસાન સંમેલનમાં પ્રદેશ બીજેપીના મહામંત્રી ભરતસિંહ પરમાર, સહકારી ક્ષેત્રના અગ્રણી માનસિંહભાઇ પટેલ, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતિબેન પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન રમણભાઈ જાની સહિત સુરત, તાપી,નર્મદા, ભરૂચ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળનાં બોરિયા ગામે ખેતરનાં કૂવામાંથી વન વિભાગની ટીમે મૃત દીપડાને બહાર કાઢયો.

ProudOfGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!