Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : માંડવી નગરપાલિકા માત્ર રૂ.15 નાં નજીવા દરે “અટલ થાળી” દ્વારા ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારશે.

Share

માંડવી નગરપાલિકા દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” મંત્રને ચરિતાર્થ કરતા ‘અટલ થાળી યોજના’ શરૂ કરવામાં આવી છે. ગરીબો, શ્રમિકો, જરૂરીયાતમંદ પરિવારોને નજીવા દરે ભોજન મળી રહે અને કોઈ ભૂખ્યો ન સુએ એવા ઉમદા આશયથી નાના કુંભારવાડ, ધી માંડવી નાગરિક સહકારી બેંકની પાછળ, વોર્ડ નં-3, માંડવી ખાતે ભોજનાલય શરૂ કરાયું છે. ફક્ત રૂ.15/- માં ઘર જેવું પૌષ્ટિક ભોજન પૂરું પાડતી અટલ થાળીમાં દાળ, ભાત, દરરોજ અલગ અલગ શાક તથા પુરીની ફિક્સ ડિશ /થાળી પુરી પાડવામાં આવશે. જાહેર રજાના દિવસો સિવાય દરરોજ એક ટાઈમ બપોરે 12 થી 2 સુધીના સમયમાં ફિક્સ થાળી ઉપલબ્ધ થશે.

નગરપાલિકા દ્વારા ભોજન વિતરણ સ્થળે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બિલ્ડીંગ, કિચન, પેન્ટ્રી રૂમ, સ્ટેન્ડીંગ રૂમ, શેડ વિગેરે સુવિધા વિનામૂલ્યે કોઈ પણ પ્રકારના ભાડા વિના સંચાલક એજન્સીને પૂરી પાડવામાં આવી છે. ભોજન વિતરણ સ્થળે લાઈટ, પાણી, પંખા તથા બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભોજન મેળવનાર લાભાર્થી રૂ.15 ચૂકવશે, જ્યારે બાકીનો ખર્ચ જનભાગીદારી તથા નગરપાલિકાના સ્વભંડોળમાંથી ચુકવવામાં આવશે. આરોગ્યપ્રદ ભોજન આપતી આ યોજના ગરીબો, શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે આશિર્વાદરૂપ બનશે. જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે ભોજન કેન્દ્રની તકતીનું અનાવરણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

સેવા દિવસ : લુપિન ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ : નેત્રંગ ખાતે કૌશલ્ય વર્ધન કેન્દ્રનું ઈ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

વાંકલમાં ભારે પવન ફુંકાતા વૃક્ષ બાઈક પર પડતાં બાઇક ચાલક અને મહિલા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!