Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : બઢતીનાં લાભ આપવામાં એસ.ટી તેમજ પછાતવર્ગ સાથે અન્યાય થયો હોવાના વ્યારાનાં ધારાસભ્યનો આક્ષેપ…

Share

જુનિયર કક્ષાના સ્વર્ણ અધિકારીઓને ખોટી રીતે બઢતીના લાભ આપીને એસ.ટી તેમજ પછાતવર્ગ સાથે અન્યાય કરવામાં આવતા વ્યારાનાં ધારાસભ્ય પુનાજી ગામીતે મુખ્યમંત્રીને પત્ર લખી ઉંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો છે.

એક મહિનામાં બીજીવાર પત્ર લખવામાં આવ્યો હોવા છતાં સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી થઈ નથી. સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે 23 મી ઓગષ્ટ 2019 નાં રોજ જારી કરેલા પરિપત્ર નં.એસ.એલ.ટી.-102019-297866-ગ-2 માં સિનિયર ડ્યુટી વર્ગ-1 નાં બઢતીના સિદ્ધાંતો અમલમાં મુક્યા હતા. જે મુજબ રિવ્યુ ડીપીસી કરવાને બદલે શહેરી વિકાસ વિભાગ દ્વારા ઉપરોક્ત પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં ત્રણ મહિના પૂર્વે 19 મી સપ્ટેમ્બરના રોજ સિનિયર ટાઉન પ્લાનરની બઢતીના હુકમ કર્યા હતા જેમાં શહેરી વિકાસ વિભાગે સરકારને ગેરમાર્ગે દોરી નિયમોના ધજજયા ઉડાડયા હતા અને સ્વર્ણ જાતિને જુનિયરોને બઢતી બહાલ કરીને પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કર્યો હતો. તદઉપરાંત નાણાં, સહકાર, શિક્ષણ અને રોજગાર વિભાગ દ્વારા જાણ કર્યા વગરના સારા ખાનગી અહેવાલ ધ્યાને લીધા વિના સિનિયર ડ્યુટી વર્ગ-1 ના પાશ્ચાતવર્તી અસરથી બઢતી અને અનુમાનિત તારીખ આપી છે. ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા જાણ કર્યા વગરના ખાનગી અહેવાલ ધ્યાને રાખીને મનસ્વી રીતે બઢતીના હુકમો કરવામાં આવ્યા હોવાનું ધારાસભ્યના ધ્યાને આવ્યું છે. ચોક્કસ જ્ઞાતિના અધિકારીઓને બિનઅધિકૃત રીતે સિનિયર ટાઉન પ્લાનર તરીકે બઢતી આપવામાં આવી હોય, તેઓને રિવર્ટ કરીને એસટી-પછાતવર્ગના સિનિયર અધિકારીઓને બઢતી આપવા માંગણી કરવામાં આવી છે.

Advertisement

વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતે બીજીવાર પત્ર લખીને મુખ્યમંત્રીને જાણ કરી છે અને તેઓને ગેરમાર્ગે દોરતા અધિકારીઓથી સચેત રહેવા ટકોર કરવામાં આવી છે. તેમણે ટાંક્યું છે કે, સિનિયર અનુ.જનજાતિ, પછાતવર્ગના અધિકારીઓને બઢતીથી વંંચિત રાખવા માટે ષડયંત્રના ભાગરૂપે ગેરરીતિ આચરી ચોક્કસ જ્ઞાતિના જુનિયર અધિકારીઓને ખોટી રીતે પ્રમોશન આપવામાં આવ્યું છે જેના પર પુનઃ વિચારણા કરવા પણ માંગ કરવામાં આવી છે. શહેર વિકાસ વિભાગનો હવાલો સંભાળી રહેલા મુકેશ પુરી અને સ્મિતા શાહે અનુ.જનજાતિના અને પછાતવર્ગના અધિકારીઓને બઢતીથી વંંચિત રાખવા માટે જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ નજરે ચઢે છે. ઉપરોક્ત ડિપાર્ટમેન્ટમાં નીચલી જાતિના અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંંપવામાં આવતી નથી તેવા પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ના મંત્રને લઈને ચાલતી રાજ્યની ભાજપ સરકારમાં આ પ્રકારના જ્ઞાતિવાદને કારણે સમાજ વચ્ચેની તિરાડ વધુ પહોળી થાય અને પછાતવર્ગને અન્યાય થાય તેવી લાગણી જન્મી રહી છે.


Share

Related posts

ઝઘડિયાના કપલસાડી માર્ગ પર ટેમ્પો પલ્ટી મારતા 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, કંપની પરથી રૂમ પર જતા કામદારોને નડ્યો અકસ્માત

ProudOfGujarat

ભરૂચનાં જંબુસર સાત ઓરડી પાસે પડેલ ખાડાને નગરપાલીકા દ્વારા સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચની ભોલાવ હરિદ્વાર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!