Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રિટર્ન અને ઓડિટ રિપોર્ટની ડયુ ડેટ લંબાવવા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને ચેમ્બરની રજૂઆત…

Share

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એસેસમેન્ટ વર્ષ 2020-21 માં ઇન્કમટેક્ષ રિટર્ન અને જીએસટી અંતર્ગત ઓડિટ રિપોર્ટ ભરવાની ડયુ ડેટ લંબાવવા માટે ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે તેમજ હાલમાં પણ ચાલુ રહેલા રાત્રિ કર્ફયુને પગલે ઇન્કમટેક્ષ અને જી.એસ.ટી પ્રેકટીસ કરનારા પ્રોફેશનલ્સને પરિવહનમાં આવતી તકલીફ અને એના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા એસેસમેન્ટ વર્ષ 2020-21 માં ઇન્કમટેક્ષ રિટર્ન અને જી.એસ.ટી અંતર્ગત ઓડિટ રિપોર્ટ ભરવાની ડયુ ડેટ પ્રમાણે પહોંચી વળાય તેવી શકયતા નહીંવત હોવાને કારણે તથા ઈન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાના પોર્ટલ ઉપર યુટીલીટીઝ ઉપલબ્ધ ન હતી, જે સામાન્યપણે દર વર્ષની 1 લી એપ્રિલ સુધીમાં ચાલુ થયેલી હોવી જોઇએ. પરંતુ અમુક કેસો જેવા કે ITR 3, ITR 6 અને ITR 7 માટે યુટીલીટી સપ્ટેમ્બર મહિના સુધી પોર્ટલ ઉપર ઉપલબ્ધ ન હતી. જેના કારણે ઘણા રિટર્ન્સ ફાઇલ થઇ શકયા ન હતા.

વધુમાં હવેથી આઇ.ટી.આર ફાઇલ કરતી વખતે નવી વધારાની વિગતો આપવાની જોગવાઇ કરવામાં આવી છે, જેવી કે Details of cash portion in Gross receipts, Tax paid u/s 92 CE વગેરે માહિતીને ભેગી કરતા ખાસ્સો સમય લાગે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ચેમ્બર દ્વારા નાણાં મંત્રી નિર્મલા સીતારામણ સમક્ષ જે માંગણી કરવામાં આવી છે. તેમાં, નાણાંકીય વર્ષ 2018-19 માટેના એન્યુઅલ જીએસટી રિટર્ન ભરવાની તા. 31 ડિસેમ્બર 2020થી લંબાવીને 31 માર્ચ 2021 સુધી કરવામાં આવે. નાણાંકીય વર્ષ 2018-19 માટે ફોર્મ 9C થકી જી.એસ.ટી ઓડિટ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 થી લંબાવીને 31 માર્ચ 2021 સુધી કરવામાં આવે.

Advertisement

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર દ્વારા કંપનીઓના કેસમાં એન્યુઅલ જનરલ મિટીંગ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી આપી હતી. પરંતુ કંપનીના નાણાંકીય હિસાબો અને સ્ટેચ્યુટરી ઓડિટ પણ લંબાવવાને કારણે એજીએમ કરવાની કંપનીઓને પરવાનગી તા. 31 માર્ચ 2021 સુધી લંબાવી આપવામાં આવે. વિવાદ સે વિશ્વાસ સ્કીમની અવધિ તા. 31 માર્ચ 2021 સુધી લંબાવવા તથા તેમાં ટેક્ષ ભરવાની તારીખ 1 એપ્રિલ-2021 થી વધુ લંબાવવા તથા વધારાનો ટેક્ષ ભરવાની તારીખ 1 લી જુલાઇ 2021 થી વધુ લંબાવવામાં આવે. ટેક્ષ ઓડિટ રિપોર્ટની તારીખ 28 ફેબ્રુઆરી 2021 તથા ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવે.


Share

Related posts

માંગરોળના વાંકલ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે : ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે

ProudOfGujarat

અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન પાસે આવેલી અંજની ગેસ્ટ હાઉસ અને પ્રિન્સેસ હોટેલના દુકાનદારોને ટ્રાફિક અને ગટરની સમસ્યાઓને પગલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!