દીપાવલી પર્વ નિમિત્તે મસાજ પાર્લર અને સલૂનની દુકાન ચલાવતા દુકાનદારો પાસેથી 2 પોલીસ કર્મચારીઓએ 1 દુકાન દીઠ રૂ. 15,000 મળી ચાર દુકાનનાં 60,000 ની રકમની લાંચ માંગી હતી ત્યારબાદ રકઝક કર્યા બાદ રૂ. 25,000 ની લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી. જો લાંચની રકમ નહીં આપો તો તમારી ઉપર કેસ કરીશું અને તમે હેરાન થશો તેમ બંને આરોપીઓએ જણાવ્યુ હતું. વર્ષ 2018 માં આ બનાવ બન્યો હતો જેમાં તા. 4-11-2018 નાં રોજ આરોપીનાં મળતિયાને ફરિયાદી સાહેબે રૂ. 10,000 આપ્યા હતા જયારે અન્ય રૂ. 15,000 ની માંગણી કરી તે બાબતે લાંચનાં છટકામાં ફરિયાદીની ફરિયાદનાં આધારે તત્કાલિન પી.આઇ ભરૂચ એ.સી.બી. એ તા. 5-11 2018 નાં રોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું પરંતુ આરોપીઓએ લાંચની રકમ સ્વીકારી ના હતી જે અનુસંધાને કે.જે. ચૌધરી, પી.આઇ સુરત શહેર એ.સી.બી. એ પ્રાથમિક તપાસ હાથ ધરતાં આરોપીઓએ લાંચની રકમની માંગણી કરેલ હોવાનાં પુરાવા તપાસ દરમિયાન મળી આવ્યા હોય, આ બનાવનાં આરોપીઓ 1) પ્રકાસ મોતીભાઈ દેસાઇ, અ.પો.કો. વર્ગ-3 પૂણા પોલીસ સ્ટેશન સુરત શહેર, હાલ નોકરી ટ્રાફિક શાખા સુરત શહેર, 2) મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા અ.પો.કો. વર્ગ-3 પૂણા પોલીસ સ્ટેશન સુરત શહેર. જયારે આ ગુનો હેર માસ્ટર સલૂન અભિલાષા હાઇટસ સુરત શહેર ખાતે બન્યો હતો.
સુરત : દિવાળીનાં દિવસો દરમ્યાન હેર કટિંગ સલૂનની દુકાન ચાલુ રાખવા બાબત લાંચ માંગતા 2 પોલીસ કર્મચારીઓને ACB એ સકંજામાં લીધા.
Advertisement