Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો કેમ્પ સુચારુ રીતે સંપન્ન થયો…

Share

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોનો સરકારની સુચના માર્ગદર્શન અને પરિપત્ર મુજબ, તેમજ કોરોનાને લીધે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી નિયમ મુજબ વધ થતાં શિક્ષકોના બદલી કેમ્પ તારીખ ૨, ૩ અને ૪ દરમિયાન કામરેજના લસકાણા અને બી.આર.સી.ભવન કામરેજ ખાતે સંતોષકારક રીતે સંપન્ન થયો હતો ચુસ્ત નિયમો પરિપત્રનાં ડાયરામાં રહી અત્યંત કુનેહપૂર્વક ડો. દિપક આર. દરજી દ્વારા કોઈપણ પ્રકારનાં વાદવિવાદ વિના કેમ્પસ સંપન્ન કરાયા હતા.

શિક્ષકો મોટી તાણ અનુભવી રહ્યા હતા પરંતુ અત્યંત પારદર્શિતાથી જિલ્લા પ્રાથમિક શિક્ષક અને ઘટક સંઘોની સાથે સંકલન કરી કિરીટભાઈ પટેલ અને સંગઠનના પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની દેખરેખ અને પરિવારિક ભાવના થકી કેમ્પો સંપન્ન થતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં સંતોષની લાગણી થતી જોવા મળી હતી.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ટીમે રાત દિવસ મહેનત કરી સિનિયોરિટી તૈયાર કરી હતી કોઈપણ શિક્ષકને અન્યાય ના થાય તેનો બારીકાઈથી ડો. દિપક આર. દરજી સાહેબ અને કિરીટભાઇ પટેલે આયોજન કરેલ હતું. આ કેમ્પમાં જિલ્લાની કુલ 277 વધ હતી જેમાં 1 થી 5 ના 145 શિક્ષકોને ઉપલબ્ધ મહેકમ અનુસાર તેમના તાલુકામાં સમાયા હતા જ્યારે ઓવર સેટઅપની મર્યાદાના કારણે 46 શિક્ષકો અન્ય તાલુકામાં શાળાઓ પસંદ કરવી પડી હતી. જ્યારે 86 શિક્ષકોને હાલમાં ભાષા અને સામાજિક વિજ્ઞાનની જગ્યા ઉપર ઉપલબ્ધ જગ્યાઓ સામે તમામ જગ્યાઓ બોર્ડ પર મૂકી સરકારનાં શિક્ષણ વિભાગના નિયમ અનુસાર જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી 6 થી 8 ની પણ વિદ્યાર્થીઓના પ્રમાણમાં મળવાપાત્ર જગ્યા સામે વિષય શિક્ષકની વધની વાત થતાં આવા 36 શિક્ષકો શાળા પસંદ કરી બદલી કરવામાં આવી હતી. આમ કુલ 277 શિક્ષકોની બદલીના કેમ ખૂબ જ સૌજન્યપૂર્ણ સંપન્ન થતા શિક્ષકોએ રાહત અનુભવી હતી. જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલનો સમગ્ર જિલ્લામાંથી આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં અરવિંદભાઈ ચૌધરી, વિશ્વજીતભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર વગેરે હાજર રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 1,03260 મતથી આગળ…

ProudOfGujarat

દેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા દેડિયાપાડા ખાતે યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના હરીપુરા ગામે મકાનો માં આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય બે મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!