આજરોજ કેન્દ્ર શાળા બાલ્દા તા-બારડોલી જી, સુરતમાં સુરત જિલ્લા પંચાયત સંચાલિત બાલ્દા મુખ્ય શાળામાં કાંતાબેન વસાભાઈ ચૌધરી વય નિવૃત્તિ વિદાઈ સન્માન સમારંભ રાખવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કિરીટભાઈ જે પટેલ, સુરત જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યકક્ષ કિશોરભાઈ પાનવાળા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવુભાઈ ચૌધરી સુરત જી.પ્રા.શિ સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સલાહકાર સમિતિના કન્વીનર અનિલભાઈ ચૌધરી, બારડોલી પ્રા.શિ. સંઘ તથા જિલ્લા પ્રા.શિ સંઘના પ્રમુખ બળવંતભાઈ પટેલ બારડોલી પ્રા.શિ સંઘના મહામંત્રી રજિતભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય કાર્ય અધ્યક્ષ એરિકભાઈ ખ્રિસ્તી, બાલ્દા બારડોલી તા.પ્રા શિ સંઘના હોદેદારો, ગ્રામપંચાયતના સરપંચ જ્યોતિબેન ચૌધરી માંડવી તા,પ્રા. શિ. સંઘના પ્રમુખ/મહામંત્રી હાજર રહ્યા હતા.
શાળામાં કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી શાળાના મુખ્ય શિક્ષક વિશ્વજીતભાઈ જી ચૌધરીએ પધારેલ મહાનુભવોને સ્વાગત પ્રવચનથી આવકર્યા પધારેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના ઉપશિક્ષક કુમેદભાઈ ચૌધરી દ્વારા કાંતાબેન વી ચૌધરીના જીવનની ઝાંખી કરવામાં આવી મહાનુભાવો દ્વારા કાંતાબેનની કામગીરીને બિરદાવામાં આવી. સુરત જિલ્લા પ્રા.શિ સંઘ પ્રમુખ દ્રારા વિશ્વજીતભાઈને સંગઠિત કાર્ય કરવા કાંતાબેન વી ચૌધરી સમર્પિત થયા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેળવવા પણ એમણે યોગદાન આપ્યું તેઓ શિસ્તના ખૂબ જ આગ્રહી હતા પ્રમુખ દ્રારા એસ.એમ.સી. ના અધ્યક્ષને પણ બિરદાવામાં આવ્યા.
એસ.એમ.સી.ના અધ્યક્ષ ડાહ્યાભાઈ દ્વ્રારા બેગ તથા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા, શાળા પરિવાર તરફથી ગુલદસ્તો, નારિયેળ આપી સાલ ઓઢાડી શિલાબેન તથા મીનાબેનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. શાળાના ઉપશિક્ષક રણજીતભાઈ દ્વ્રારા આભાર વિધિ કરવામાં આવી હતી.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.