સુરતનાં ડિંડોલી વિસ્તારમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ સુરત શહેર પોલીસે ગણતરીનાં કલાકોમાં જ ઉકેલ્યો છે. સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા પોલીસ કમિશ્નર તથા અધિકક્ષકની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાંચના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડની ટીમનાં લોકો વર્ક આઉટમાં હતા તે સમયે બાતમી હકીકતનાં આધારે પોલીસે ડિંડોલી વિસ્તારમાં ચોરીનાં આરોપી જયેશ ઉર્ફે જીતુ સોમાભાઇ પટેલ ઉં. વર્ષ 38 તેઓ શિવધારા એપાર્ટમેન્ટ પ્લોટ નં.501, દીવાનનગર સોસાયટી, ટેસ્ટી ખમણ પાસે રહેતો હોય તેને પોલીસે સોના-ચાંદીનાં દાગીના કિં. રૂ. 396878 તથા મોબાઈલ ફોન રૂ. 9990 તથા સ્પેલેન્ડર મો.સા.નં. GJ-21 BN 9649 કિં.રૂ. 60,000 મળી કુલ રૂપિયા 4,66,868 નાં મુદ્દામાલ સાથે પકડી પાડયો છે. આરોપીની પોલીસ પૂછતાછમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનમાં પોતે હાલ બેકાર હોય અને રૂપિયાની તાતી જરૂરિયાત ઊભી થતાં પોતાની સ્પેલેન્ડર લઈ ડિંડોલી વિસ્તારમાં બપોરના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરવાનું નક્કી કરી ભંગારવાળા પાસેથી એક લોંખંડનો સળિયો ખરીદ કરી ડિંડોલી માર્ગ પોઈન્ટ બિલ્ડીંગનાં ફલેટ નં.A – 313 નું તાળું સળિયા વડે તોડી સોના-ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયેલ હોય, આજરોજ સોના-ચાંદીનાં દાગીના પારડી – કણડે ગામ બસસ્ટેશન પાસે વેચવા ગયેલ હોય ત્યારે ઘરફોડ ચોરીના મુદ્દામાલની બાતમી પોલીસને મળતા વણશોધાયેલ ચોરીનો ભેદ ડિંડોલી ક્રાઇમ બ્રાંચ પોલીસે ઉકેલ્યો હતો.
સુરત : ડિંડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ.
Advertisement