Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

Share

સુરત શહેરનાં ચોક બજાર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. ગઢવી વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના લાંચના છટકાના ફરીયાદીના પિતા વિરૂધ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો દાખલ થયેલ જેની તપાસ પો.સ.ઇ. એસ.એ.ગઢવી કરતા હતા. જે કેસ હળવો કરવા અને ફરિયાદીના પિતાને આગોતરા જામીન મળી જાય તેવી એફીડેવીટ કરવાના અવેજ પેટે આરોપી ગઢવીએ લાંચના છટકાના ફરીયાદી પાસે રૂપિયા ૨,૫૦,૦૦૦/- લાંચની માંગણી કરતા હોય તે પૈકી રૂપિયા ૨,૦૦,૦૦૦/- જે તે સમયે અને બાકીના રૂપિયા ૫૦,૦૦૦/- આગોતરા જામીન મળી ગયા પછી આપવાના નક્કી કરેલ. જે લાંચના છટકાના ફરીયાદી આપવા માંગતા ન હોય. ફરીયાદીએ સુરત ગ્રામ્ય એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા તેના આધારે આર.કે.સોલંકી, પો.ઇન્સ. સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ તા.૫/૦૯/૨૦૨૦ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપી પી.એસ.આઇ. ગઢવીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારેલ નહીં. જેથી લાંચનું છટકું સમેટી આગળની કાર્યવાહી કરવા અન્વયે સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નિષ્ફળ છટકું દાખલ કરવામાં આવેલ છે. બાદ આ કામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડી કચેરી અમદાવાદ ખાતેથી પ્રાથમિક તપાસ કરવાનો હુકમ થતાં જે અન્વયે તપાસ દરમ્યાન આરોપીએ લાંચના છટકાના ફરીયાદીશ પાસે રૂપિયા ૨,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કર્યા અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા, સાયન્ટીફીક પુરાવા અને અન્ય પુરાવા મળતા સરકાર તરફે આર.કે.સોલંકી, પો.ઇન્સ. સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. નાઓએ એસ.એ.ગઢવી, પો.સ.ઇ. ચોકબજાર પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- ૩ વિરૂધ્ધ ભુ.નિ. સુધારા અધિ. – ૨૦૧૮ ની કલમ -૭ ( a ) , ૧૩ ( ૨ ) મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલ ના સુપરવિઝન હેઠળ એસ.એચ.ચૌધરી પો.ઇન્સ. તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા નાઓ કરી રહેલ છે .

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ મહિલા દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

વાઘોડિયા : તાંત્રિક વિધિ કર્યા બાદ યુવકની હત્યા : હત્યા કર્યા બાદ લાશને નદીમાં ફેંકાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2593 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!