અંકલેશ્વર, મહિધરપુરા, રાંદેર તથા સુરત શહેરનાં અન્ય વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ચોરી તથા ઝુંટવી લેવાના બનાવો વધી ગયા હતા. આ બનાવ અંગે સુરત શહેર પોલીસ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી સી ડીવીઝનનાં માર્ગદર્શન તથા પોલીસ ઈન્સ્પેકટર આર.કે. ધૂળિયાની સૂચનાથી મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોન સ્નેચિંગ તથા મોબાઈલ ફોન ચોરીનાં ગુનાની તપાસ અંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતાં હતા તે દરમિયાન મળેલ બતમીનાં આધારે આરોપી 1) મુસ્તાકખાન સલીમખાન પઠાણ ધંધો. શાકભાજી વેચાણ રહે. જહાંગીરપુરા સુરત 2) રૂબીના મુસ્તાકખાન સલિમખાન પઠાણ, ધંધો. ધરકામ રહે. રૂસ્તમપુરા સલાબતપુરા સુરત 3) યાસ્મીન ઉર્ફે લાડો અબ્દુલ રજાક પઠાણ રહે. રૂસ્તમપુરા સલાબતપુરા સુરત નાઓને એક રિક્ષા કિં.રૂ.60,000, અલગ-અલગ કંપનીનાં મોબાઈલ કુલ નંગ 13 કિં.રૂ.75,000, અંગ જડતીનાં રોકડ રૂ. 1350 મળી કુલ રૂ.1,36,350 ની મત્તા પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરનાં અન્ય વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ચોરી તથા ઝુંટવી લેતી ટોળકીને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી.
Advertisement