સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની એક સંકલન બેઠક જિલ્લા સંઘના પ્રમુખ શ્રી કિરીટ ભાઇ પટેલની અઘ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવણ તાલુકા ઉમરપાડા મુકામે રાખવામાં આવેલ હતી. આ સંકલન મિટિંગમાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઈ ચૌધરી, એરિક ભાઈ ખ્રિસ્તી, મોહનસિંહ ખેર, અનિલભાઈ ચૌધરી, બળવંત પટેલ, પ્રફુલભાઇ પટેલ, દિનેશ ભટ્ટ, ઇમરાન ખાન પઠાણ, બિપીનભાઈ વસાવા, ચેતનભાઈ પ્રજાપતિ, દિનેશ ભાઈ સોલંકી, રીના રોઝલીન, દરેક તાલુકા સંઘના પ્રમુખમંત્રી હાજર રહ્યા હતા. શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી જયારે સ્વાગત પ્રવચન રામસીંગભાઇ વસાવાએ કરેલ હતુ. ઉપસ્થિત જિલ્લા સંઘ તેમજ નવા વરાયેલા તાલુકા સંઘના પ્રમુખ, મંત્રીનુ સાલ ઓઢાડી મહાનુભવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ. કિરીટ ભાઈ પટેલ પોતાના પ્રવચનમાં જણાવેલ કે સંગઠનની ખુમારી (ખુદ્દારી)વેચશો નહી વેચીશુ ત્યારે સંગઠનને અસર થશે કેટલાક વિધ્ન સંતોષી અન્ય સંગઠનની વાત કરે છે પરંતુ મારાં જિલ્લામાં આવુ કોઈ સંગઠન નથી જે બદલ દરેક શિક્ષકોનો આભાર માનેલ હતો. તેઓએ એકમ કસોટી બાબતે વાત કરી હતી, જૂથ વીમા તેમજ જી પી એફ આખરી ઉપાડ બાબતે ચેક લિસ્ટ મુજબ જ માહિતી મોકલવી કે જેથી સરળતા રહે એમ જણાવેલ તથા પગારની ગ્રાન્ટ બાબતે સરકાર શ્રીનો આભાર માનેલ હતો. આ ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણ બાબત, તેમજ એચ ટાટના આર. આર. બાબતે પણ વાત કરેલ હતી આભાર વિધિ પ્રફુલભાઈએ કરેલ હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફુલસિંગ વસાવાએ કરેલ હતુ.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.