સૌથી ઝડપથી વિકસતા શહેરની પહેલી પંક્તિમાં સુરત સામેલ છે. લોકોને માટે સુવિધા આપવા સંખ્યાબંધ વિકાસકામો પ્રગતિ હેઠળ છે. તેમાં નજીકના દિવસોમાં બે મહત્વના પ્રોજેક્ટ શહેરીજનોને ઉપયોગ માટે મળી શકે તેમ છે. અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા 143 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને આ બ્રિજનો જ એપ્રોચ તરીકે એક ભાગ ગણાય તેવો 36 કરોડનો ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે. હવે માત્ર લાઈટિંગ અને કલરનું કામ ચાલી રહ્યું છે. બીજીતરફ શહેરમાંથી પસાર થતી કાંકરા અને મીઠીખાડીને રિમોડેલિંગ કરવા માટેનો રૂ.380 કરોડનો પ્રોજેક્ટ પણ પૂર્ણતાને આરે છે. 21 કિલોમીટર ઉપરાંતની ખાડીઓને બંને કાંઠે દીવાલ તૈયાર કરીને તેની સાથે સાયકલથી માંડી ટુ-વ્હિલર માટે પણ ઉપયોગમાં આવે તેવો કોરિડોર પણ બનાવાય રહ્યો છે. લગભગ 600 કરોડ ઉપરાંતના આ બંને પ્રોજેક્ટ લોકોને માટે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ..
સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…
Advertisement