Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : એ.ટી.એમ. ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલતી અડાજણ પોલીસ.

Share

અડાજણ પોલીસ દ્વ્રારા વિવિધ ઘરફોડ ચોરીના તેમજ અન્ય બનાવોનાં પર્દાફાશ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે અડાજણ પોલીસનાં પી.આઇ. જે.બી.બૂબડિયાનાં માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્ટાફ પી.એસ.આઇ. એસ.વી. ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા અડાજણ પોલીસ મથક ખાતે નોંધાયેલ SBI બેંકનાં ATM ચોરીનાં ગુનાનો ભેદ ખૂલ્યો હતો. જેમાં પોલીસે બેંકનાં અલગ-અલગ જોઇન્ટ કસ્ટોડિયન તેમજ કેસ વાનના ગાર્ડ તેમજ બ્રાંચ મેનેજર તથા બેંકનાં કર્મચારી તેમજ નિવૃત કર્મચારીઓની સધન તપાસ કરી હતી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ પુરાવાઓ, CCTV ફૂટેજનાં આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ખુમાભાઇ રતનસિંહ પરમાર રહે. મોના એપાર્ટમેન્ટ અઠવાગેટ સુરત ને ગણતરીનાં દિવસમાં પકડી પાડી તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. મુદ્દામાલમાં ચોરીમાં ગયેલ રોકડા રૂ. 24,20,500 રિકવર કરવામાં આવેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે.

ProudOfGujarat

મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ એ એસ આઇ ના પરિવારને મોરવા પોલીસ ના પીએસઆઇ જે એન પરમાર તથા સેકન્ડ પીએસઆઇ આર સી સોલંકી દ્વારા ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!