Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

Share

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તેમજ સ્વિમેર હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે તારીખ 7 /8/2020 ના શુક્રવારના સવારે 9:45 કલાકે ઉમા મંગલ હોલ કામરેજ ચાર રસ્તા જિલ્લા સુરત મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યા બાદ સ્વાગત પ્રવચન સુરત જિલ્લા સંઘના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ કરેલ હતું. આ કેમ્પમાં ર્ડો ટી.એસ. જોષી (નિયામકશ્રી જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર) રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. કોયા સાહેબ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ એચ રાજ્ય ગુરુ કોવીડ 19 નાં નોડલ અધિકારી ઓ.ઍસ.ડી.સુરત માકડીયા સાહેબ રણજીતસિંહ પ્રમુખ વડોદરા જિલ્લા પ્રા.શિ.સઘ.જયમિન પટેલ મહામંત્રી વડોદરા હાજર રહ્યા હતા તેમજ ર્ડો વિનોદભાઈ રાવ સાહેબ વિડિઓ કોન્ફરન્સથી માર્ગદર્શન આપેલ હતું. આ રક્તદાન શિબિરમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષભાઇ કોયા સાહેબ, તથા જી. સી ઈ.આર.ટી નાં નિયામક ટી.એસ જોષી સાહેબે પોતે રક્તદાન કરી શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી ઉત્સાહ વધારેલ હતો. 112 જેટલા શિક્ષકો, તેમજ એસ. એમ. સી. સભ્યોએ રક્તદાન કરેલ હતું. આ શિબિરમાં અરવિંદભાઈ ચૌધરી વિશ્વજીતભાઈ, અનિલભાઈ ચૌધરી, એરિકભાઈ, મોહનસિંહ ખેર, અન્ય હોદ્દેદારો અને શિક્ષકો હાજર રહ્યા હતા. આ કેમ્પ સફ્ળ બનાવવા કામરેજ તાલુકાનાં પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ, સિરાજભાઈ મુલતાની તેમજ અન્ય હોદ્દેદારો એ ખુબ સુંદર આયોજન કરેલ હતું ઉધબોસક તરીકે યાસીન મુલતાનીએ સેવા આપી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

હિમાચલ પ્રદેશના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ સંતરામ મંદિરે સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કર્યા

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ધોળ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!