Proud of Gujarat
FeaturedGujaratINDIA

ત્રણ ઇસમોને કોઈપણ જાતનાં આધાર પુરાવા વગરનાં રૂ.88,00,000 મળી કુલ રૂ.93,15,000 ની મત્તા સાથે ઝડપી પાડતી ગણદેવી પોલીસ.

Share

ગણદેવી પોલીસે આધાર પુરાવા વગર હેરફેરી થતી મોટી રકમ ઝડપી પાડી હતી. આ અંગે પોલીસ અધિક્ષક નવસારી તેમજ નાયબ પોલીસ અધિકારીએ બહારગામથી આવતા જતાં વાહનો ચેક કરવા આદેશ આપ્યો જેથી ગણદેવી પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતાં ટ્રેક પર ઊભા રહી વાહનોનું ચેકિંગ કરતાં હતા ત્યારે મુંબઈથી આવતી ઇનોવા કાર નં. MH 02 BG 8362 ને ઊભી રખાવી ચેકિંગ કર્યું હતું જેમાં ત્રણ ઇસમો જણાયા હતા. જેમાં 1) મિલિન્દ જનાર્દન યશ્વંતે રહે.નાસિક 2) જયેશભાઇ કનુભાઈ કડવા પટેલ રહે.ઉંઝા મહેસાણા 3) વિપુલ રણછોડભાઈ કડવા પટેલ રહે.ઉંઝા મહેસાણાને રોકડા રૂ.88,00,000 તથા મોબાઈલ નંગ 3 અને ઇનોવા કાર મળી કુલ રૂ.93,15,000 આધાર પુરાવા વગર રાખતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ ઈસમોની પૂછપરછ કરતાં આ રૂપિયા નાસિક પંચવટી કારંજા વિસ્તારમાં આવેલ કીર્તિકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાંથી લઈને કામરેજ ખાતે બાબુભાઇ રહે.સુરતનાઓને પહોંચાડવાનાં હતા તેમજ આ રૂપિયા શૈલેષભાઈ બળદેવભાઈ પટેલ રહે.નાસિક એ આપેલ હતા તેવી હકીકત પ્રાથમિક તપાસમાં જણાય છે વધુ તપાસ ગણદેવી પોલીસનાં કે.કે.સુરતી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામાં જુનિયર કલાર્ક પરીક્ષા માટેના પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનું જાહેરનામું

ProudOfGujarat

boAt ની નવી સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલિંગ ફીચર સાથે લોન્ચ, તમે ફોનને ટચ કર્યા વિના મિત્રો સાથે ચેટ કરી શકશો.

ProudOfGujarat

નવાપુરમાં ડ્રાઇવરના માથે પિસ્તોલ મૂકીને નગ્ન કર્યા પછી આંગડિયાના 3 કર્મીના 2.41 કરોડની લૂંટ, સુરતના 4 ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!