શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 99 થી વધુ જુગારીઓ ઝડપાયા છે. 350 થી વધુ અન્ય જુગાર ટેબલ ધરાવનાર ભાગવામાં સફળ આસિફ ગાંડાના જુગારધામ પર પડેલા આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યાં છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સિલાઈ મશીનના કામની આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આસિફ ગાંડાનું બેગમપુરા વિસ્તારમાં આવેલું બે માળનું એર કન્ડિશન જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેડ દરમિયાન બંને માળમાં આરોપીઓને જુગાર રમતાં રંગેહાથ પકડી લીધાં છે. આરોપીઓ હારજીતનો જુગાર રમતા હોવાથી પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમાડવા લોકોને ભેગા કરી કોરોનાનાં જાહેરનામાના ધજાગરા ઉડાડયા. હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે આસિફ ગાંડાના એર કન્ડિશનવાળા જુગારધામ પર મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા આવતાં હોવાનું સામે આવ્યું છે.જુગારીઓમાં કોરોનાનો જરા પણ ડર ન હોય તે રીતે મોટી સંખ્યામાં બન્ને માળ પર જુગાર રમતાં રેડમાં ઝડપાયાં છે. આસિફ ગાંડાનું જુગારધામ શટર બંધ કરીને ચાલતું હતું. જેથી સૌ પ્રથમ સ્ટેટની ટીમે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની રેડની જાણ થતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં જુગારીઓને જોતા અને સેન્સિટીવ વિસ્તાર હોવાથી સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ માંગી હતી. સ્થાનિક પોલીસ આવતાં તમામ જુગારીઓને ઝડપી લેવાયાં હતાં. ગુજરાતમા કોઈપણ પોલીસ સ્ટેશન હદમાં ક્વોલિટી કેશ સ્ટેટ મોનિટરીગ સેલનાં દરોડામાં જડપાય તો પીઆઈ ને સસ્પેન્ડ કરવામા આવે છે. પરંતુ નસીબ સંજોગો પી.આઈ આર્યને કોરોના પ્રાથમિક લક્ષણ દેખાતા હોટલમાં કોરન્ટાઇન થયા હોવાની વિગતો મળી રહી છે. પરન્તુ શહેર આખામાં જગ જાહેર છે આસિફ ગાંડાની જુગારધામ ગણા વર્ષોથી ધુમ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી જુગારધામ હોવાનુ મનાય છે. કોરોના મહામારી અને પુષ્કળ મંદીમાં પણ સાંજે તિલક મેદાનમા દિવાળી જેવો માહોલ દેખાય છે.
બેગમપુરાના તુલસી ફળીયામાં જુગારધામ પર વિજિલન્સની રેડ જાણો વધુ…???
Advertisement