સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ નાં પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા અટલ આશ્રમ નાં શ્રી પરમ પુજય બાપુ બટુક મહારાજ અને સમિતિનાં મંત્રી ધમૅશભાઇ લાપશીવાલા તેમજ નૈતિકભાઇ રેશમવાળા ઓ સુરત વાસીઓને ગણેશ ઉત્સવ ૨૦૨૦ નિમિત્તે નમ્ર અપીલ કરે છે. હાલ હાહાકાર મચાવનાર કોરોના ના જીવાણું થી મહામારી ફેલાઈ રહી છે ત્યારે ભારત પણ આ મહામારી ની ચપેટ મા આવી ગયુ છે. ભારત દેશ અને દેશ ના તમામ રાજયો માં ફેલાઈ રહેલ આ મહામારી ને નાથવા ભારત વાસીઓ કટિબદ્ધ છે. સરકાર તેમજ પ્રસાશન દ્ધારા વારંવાર ભારત વાસીઓને ધરમાં રહેવા, વારંવાર હાથ ધોવા, માસ્ક તેમજ સેનેટાઇઞર નો ઉપયોગ કરવો, કામ વગર ધરથી બહાર ના નીકળવું આવા તમામ પ્રકારના સુચનો આપવામાં આવી રહ્વા છે. હાલ સુરત શહેર મા કોરોના કુદકે ને ભૂસકે વધી રહયો છે તેવામા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ નાં પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા અટલ આશ્રમ નાં શ્રી પરમ પુજય બાપુ બટુક મહારાજ અને સંગઠન મંત્રી ધમૅશભાઇ લાપશીવાલા વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના જીવાણું મહામારીથી નાગરિકોને બચાવવા માટે ગણેશ ઉત્સવ-૨૦૨૦ ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા સુરત વસીઓ ને અપીલ કરી તેમજ સમિતિના સંતોશ્રીઓ દ્વારા જનહિતમાં જાહેર કરેલ આચારસંહિતાનું પાલન કરવા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ પરીવાર સુરત મહાનગરના સર્વે ભાવિ ભકતોને નમ્ર અપીલ કરે છે. તેમજ ધરમા રહેવું અને સુરક્ષિત રહેવું તેવા મેસેજ સુરત વાસી ને આપી સવૅ સુખી અને તંદુરસ્ત રહે તેવી ભગવાન ગણેશજી ને પ્રાથના કરે છે. જેથી આ સમયે દરેક સુરતવાસીઓ એ પોતાના ઘરે પોતાના પરિવાર સાથે મળીને જ ગણેશ ઉત્સવ ઉજવું ,જેથી બહારની કોઈ વ્યક્તિ અવર કે જવાનું પ્રસંગમાં હાજર ના થવું જોઈએ આ સમયે આ સહકાર આપવા બદલ આભાર.
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ એ સુરત વાસીઓને ગણેશ ઉત્સવ ૨૦૨૦ નિમિત્તે નમ્ર અપીલ કરી
Advertisement