Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ 7 નાં સરકારી પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ લખવામાં આવતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં આગેવાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી.

Share

ગુજરાત રાજ્યનાં ધોરણ 7 નાં પાઠ્ય પુસ્તકમાં આદિવાસી શબ્દનાં બદલે વનવાસી શબ્દ લખી આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં સુરત જિલ્લાનાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના એ સરકારી પાઠ્યપુસ્તકોમાંથી વનવાસી શબ્દો દૂર કરવાની માંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી છે. સુરત જિલ્લાના ભારતીય ટ્રાઈબલ પાર્ટીના પ્રમુખ સુભાષભાઈ વસાવાએ અને ભિલીસ્થાન ટાઈગર સેનાના મહામંત્રી સતિષભાઈ ગામીત અને સોયબભાઈ પીપોદરા વાળા સહિતના આગેવાનોએ માંગરોળના નાયબ મામલતદારને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 7 પાઠ્યપુસ્તકમાં એકમ 5 માં આદિવાસીઓની ઓળખ વનવાસી તરીકે આપવામાં આવી છે સાથે સંગ્રહખોર શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે બાબતે આદિવાસી સમાજનું અપમાન આદિવાસી સમાજ અખંડ ભારતની ભૂમિ ઉપર વર્ષોથી વસવાટ કરે છે અને મૂળ નિવાસી છે છતાં સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અધુરી માહિતી સાથે ઇરાદાપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સમગ્ર આદિવાસી સમાજની લાગણી વનવાસી શબ્દોના ઉપયોગથી દુભાઈ છે, ત્યારે સરકારી પાઠ્યપુસ્તકમાંથી વિવાદિત શબ્દોને દૂર કરવામાં આવે એવી અમારી માંગણીઓ પછી પણ આ શબ્દ આ સરકાર નહીં કરે તો આવનાર સમયમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

દહેજમાં ફરી ઉડયા દારૂ બંધીના ધજાગરા : વિદેશી દારૂ લેવા માટે ખુલ્લેઆમ લોકોની પડાપડી…

ProudOfGujarat

ED એ પૂર્વ જનરલ મેનેજર સહીત અન્ય 5 આરોપી સામે કરી કાર્યવાહી.

ProudOfGujarat

નર્મદાની ગરૂડેશ્વર અને તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલને 100% પરિણામ બદલ મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!