Proud of Gujarat
GujaratFeaturedINDIA

CS પ્રોફેશનલ ફાઈનલનું પરિણામ જાહેરઃ સુરતી સ્ટુડન્ટે દેશભરમાં મેળવ્યો બીજો ક્રમ..

Share

સૌજન્ય-D B સુરતઃ જૂન-18માં લેવાયેલી સીએસ પ્રોફેશનલ ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના સ્ટુડન્ટસે દેશભરમાં ડંકો વગાડતાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. સીએની તૈયારી કરવાની સાથે સીએસ ક્રેક કરનાર સ્ટુડન્ટસે આગામી સમયમાં એમબીએ ફાઈનાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ ટાર્ગેટ સાથે મહેનત કરતાં મેળવેલી સિધ્ધિને પરિવારે બિરદાવી હતી.

દેવાંશ શાહનો ગુજરાતમાં પ્રથમ દેશમાં બીજો ક્રમ

Advertisement

જૂન 2018માં લેવાયેલી સીએસની પરીક્ષામાં સુરતમાંથી કુલ 84 જેટલા સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી. જેમાંથી 3 સ્ટુડન્ટસ ફાઈનલ સીએસની પરીક્ષા ક્રેક કરવામાં સફળ થયા હતાં. જેમાં સીએસ ફાઈનલની પરીક્ષાના પરિણામમાં ઝળહળતી સિધ્ધિ મેળવનારા દેવાંશ શાહને દેશભરમાં બીજો અને ગુજરાત-સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેવાંશે પોતાની સફળતા વિષે જણાવ્યું હતું કે, 12 કોમર્સ પછી સીએની તૈયારી કરવાની સાથે સીએસ ફાઉન્ડેશન ક્લિયર કરીને સીધો બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ટાર્ગેટ સાથે આઈસીએસઆઈનું સ્ટડી મટીરીયલ્સમાંથી તૈયારી કરતો હતો. સ્ટડી મટીરીયલ્સ પર ફોક્સ કરવાથી એક્ઝામ ક્રેક કરી શકાતી હોવાનું તેણે વધુમાં ઉમેર્યું હતું.

ટાર્ગેટ સાથે વાંચન કરો

અડાજણના પ્રાઈમ આર્કેટ પાસે શાલીભદ્રમાં રહેતા દેવાંશ શાહે જણાવ્યું હતું કે, બધાનું અલગ અલગ પ્રકારની વાંચન અને તૈયારીઓની રીત હોય છે. મેં પહેલેથી ટાર્ગેટ કરીને વાંચન કર્યું હતું કે, આટલા સમયમાં આ પુરૂ કરવું. જેના કારણે સેકન્ડ લેવલની પરીક્ષા જૂન 2017માં હતી. ત્યારબાદ એક વર્ષ ફાઈનલની તૈયારી માટે મળ્યું હતુ એટલે ટાર્ગેટ સાથે તૈયારી કરી અને સફળતા મેળવી છે.
ઓપન બુક એક્ઝામમાં વધુ તૈયારીની જરૂર

દેવાંશે જણાવ્યું હતું કે, સીએસની પરીક્ષામાં ઓપન બુક એક્ઝામ પણ આવે છે. ઓપન બુક એક્ઝામમાં પેપર લખતી વખતે રેફરન્સ માટે બુકનો ઉપયોગ કરી શકાય છે. આ પેપર થોડું લેન્ધી હોય છે. એટલે આપણે જે વાંચ્યું હોય તેમાંથી અને બુકનો પણ ઉપયોગ કરી શકાતો હોવાથી થોડું અધરૂં પડે છે. પરંતુ સારી રીતે તૈયારી કરવાથી આસાનીથી પરીક્ષા પાસ થઈ શકે છે.

દેવાંશ નથી વાપરતો મોબાઈલ

શૂટીંગ શર્ટીંગની શોપ ધરાવતાં સંજયભાઈ શાહના દીકરો દેવાંશ પરિવારમાં માતા જીગ્નાબહેન અને દાદી તથા બહેન સાથે રહે છે. અને મોટી બહેન એમ કોમ કરે છે. જે પણ દેવાંશને હેલ્પ કરતી હતી. દેવાંશના પિતા સંજયભાઈએ જણાવ્યું હતું કે, હાલ પણ દેવાંશ પાસે પોતાનો મોબાઈલ નથી કે તે ખોટી રીતે મોબાઈલમાં સમય પસાર કરતો નથી. પરિવાર, શિક્ષકો અને માર્ગદર્શકોની મદદથી દેવાંશ દેશભરમાં નામ રોશન કરતાં તમામના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.

દેવાંશને કરવું છે એમબીએ

દેવાંશને સીએસમાં મળેલી ઝળહળતી સફળતા બાદ એમબીએ કરવું હોવાનું જણાવ્યું હતું. એમબીએ ફાઈનાન્સમાં કર્યા બાદ ક્યા ક્ષેત્રમાં જવું તે નક્કી કરીશ તેમ વધુમાં ઉમેર્યું હતું.


Share

Related posts

વાલિયા-વાડી માર્ગ પર વાળ ફળીયા નજીક કેબલ ભરેલ ટ્રકનો ચાલક સામેથી આવતી બાઇકને બચાવવા જતા ટ્રક પલ્ટી જતા બાઈક સવારો સહીત ટ્રક ચાલક દબાઈ જતા ચારેયને ગંભીર ઈજાઓ થવા પામી હતી

ProudOfGujarat

વિસાવદરના અતી પુરાણીક કાશી વિશ્વનાથ મંદિરે શિવ-શક્તિ ગરબી મંડળ ની બાળાઓ ને પ્લાસ્ટિકના બહિષ્કારનો સંકલ્પ લેવાયો

ProudOfGujarat

આણંદ પોલીસ વડાએ 19 પીએસઆઈ અને 43 પોલીસ જવાનોની બદલી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!