સુરત જિલ્લામાં લોકડાઉન વચ્ચે ઠપ થયેલા સરકારની મનરેગા યોજના અંતર્ગત સ્થાનિક લોકોને લોકડાઉન વચ્ચે ગામના સરપંચ દ્વારા વહીવટી મંજૂરી લઈ સામાજિક અંતર જાળવી રોજગારી આપવા સાથે તેમને મહેનતાણું આપવા સાથે સ્થાનિકોને રોજગાર મળતા ખુશી જોવા મળી હતી. દેશમાં લોકડાઉનનાં કારણે ઘણા ધંધા રોજગાર ઠપ થઇ ચૂક્યા હતા ગામડેથી શહેરમાં ધંધા અને રોજગાર અર્થે આવતા શ્રમિકો પોતાને માદરે વતન પરત ફરી રહ્યા છે. રોજગાર ધંધા ઠપ થવાના કારણે લોકોની આર્થિક આવક બંધ થઈ ચૂકી છે સરકાર દ્વારા જરૂરિયાતમંદો અને ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજ પરિવારનાં સભ્યો વધુ હોવાથી ક્યારે ખૂટી પણ શકે છે તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે આર્થિક રીતે સદ્ધર હોવું પણ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડીગામે શ્રમિક પરિવારોને રોજગારીની તકો ઉભી કરવા પરિવારને આર્થિક મદદ ઊભી થાય તે હેતુસર વાડી ગામમાં 80 ટકા લોકો બહાર ગામ રોજગારી માટે જતા હોય છે લોકડાઉનનાં કારણે બેરોજગાર બનેલા ગામના લોકોએ ગામના મહિલા સરપંચ સપનાબેન વસાવા અને ભાજપના અગ્રણી ભુપેન્દ્રસિંહજી વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગામના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકોને આર્થિક આવક ઊભી થાય રોજગાર મળી રહે તે હેતુસર તેઓને રોજગાર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લોકડાઉનની અમલવારી સાથે તમામ નિયમોનું પાલન કરી આશરે ૮૦૦ જેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી. ગામના સરપંચ દ્વારા ખાસ ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ સામે ચેકડેમ ઉંડા કરવાની રિસ્લટિંગ કામગીરી હાથ ધરી છે. કામના સ્થળે કોરોના વાયરસને લગતા સલાહ-સુચન આપવામાં આવે છે. ગામમાં સરપંચ આગેવાન સ્થળ ઉપર ઉભા રહી ત્યાં સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપે છે અને ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવે છે એ મહત્વનું છે કે એક તરફ લોકડાઉનનાં કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઇ ચુક્યા છે ત્યારે મનરેગા અંતર્ગત સ્થાનિકોને રોજગારી મળતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.
સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાનાં વાડીગામે 800 જેટલા શ્રમિકોને રોજગારીનો લાભ મળ્યો.
Advertisement