સુરત જીલ્લામાં લૉક ડાઉન વચ્ચે ઠપ થયેલ સરકારની મનરેગા યોજના અંતર્ગત સ્થાનિક લોકોને લૉક ડાઉન વચ્ચે ગામના સરપંચ દ્વારા વહીવટી મંજૂરી લઈ સામાજિક અંતર જાળવી રોજગારી આપવા સાથે તેમને યોગ્ય મહેનતાણું આપવા સાથે સ્થાનિકોને રોજગાર મળતા ખુશી જોવા મળી છે. દેશ લોકડાઉનનાં કારણે ઘણા ધંધા રોજગાર ઠપ થઇ ચુક્યા છે. ગામડેથી શહેરમાં ધંધા રોજગાર અર્થે આવતા શ્રમિકો પોતાને માદરે વતન પરત ફરી રહ્યા છે. રોજગાર ધંધા ઠપ થવાનાં કારણે લોકોની આર્થિક આવક બંધ થઇ ચુકી છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદો ગરીબ પરિવારોને વિના મુલ્યે અનાજનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અનાજ પરીવાર સભ્યો વધુ હોવાથી ક્યારે ખૂટી પણ શકે છે. તેમજ અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા માટે આર્થિક રીતે સદ્ધર હોવું પણ જરૂરી છે. ત્યારે સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં લવેટ ગામે શ્રમિક પરિવારોને રોજગારીની તક ઉભી કરવા પરિવારને આર્થિક મદદ ઉભી થાય. લૉકડાઉન કારણે બેરોજગાર બનેલ ગામના લોકોએ ગામનાં મહિલા સરપંચ લીલાબેન મનોજભાઈ વસાવાને રોજગારી આપવા રજુઆત કરી. ત્યારે ગામનાં સરપંચ દ્વારા અંતે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકોને આર્થિક આવક ઉભી થાય રોજગાર મળી તે હેતુસર તેઓને રોજગાર આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લોકડાઉનની અમલવારી સાથે તમામ નિયમોનું પાલન કરી આશરે 450 જેટલાં શ્રમિકોને 5/5/20 થી રોજગારી આપવામાં આવી છે. ગામનાં સરપંચ દ્વારા ખાસ ઉનાળામાં પીવાનાં અને સિંચાઈનાં પાણી વિકટ પરિસ્થિતિ સામે ચેકડેમ અને તળાવો ઊંડા કરવાની રિસ લટિંગ કામગીરી હાથધરી છે.ગોડાઉન ફળીયા,તળાવ ફળીયા, પારસી ફળિયું, મહુડી ફળિયા અને હરી ફળીયાનાં સ્ત્રી કામદાર અને પુરુષ કામદારો આ યોજના થકી 450 જેટલાં કામદારો એ આ યોજનાનો લાભ મળ્યો છે. કામના સ્થળે કોરોના વાયરસને લગતા સલાહ સૂચન આપવામાં આવે છે. ગામના સરપંચ આગેવાન સ્થળ પર ઉભા રહી ત્યાં સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપે છે અને ખાસ સોસીયલ ડિસ્ટનસિંગનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મહત્વનું છે કે એક તરફ લોકડાઉનનાં કારણે ધંધા રોજગાર ઠપ થઇ ચુક્યા છે ત્યારે મનરેગા અંતર્ગત સ્થાનિકોને રોજગારી મળતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.
સુરત જીલ્લામાં સામાજીક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરાયો.
Advertisement