કોરોનાના વાઈરસના ત્રીજા તબક્કાનાં લોકડાઉનનાં પગલે પરપ્રાંતિયોને વતન જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અકળાયેલા પરપ્રાંતિયો દ્વારા પલસાણાનાં વરેલી ગામમાં ટોળા સ્વરૂપે રસ્તા પર ઉતરી આવીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ પર પથ્થર મારો કરવામાં આવતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સુરતનાં પાલનપોર જકાતનાકા વિસ્તારમાં યુપીવાસી કારીગરો ટોળામાં બહાર આવ્યા. ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવેલી 3 બસ પરત ફરતા કારીગરોમાં તંત્ર સામે રોષ.રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હિદયાત ચોકી પાસે પાલનપુર જકાતનાકા પર લોકો રસ્તા પર ઉતરી આવ્યાં પોલીસ કાફલો ઘટના સ્થળે.
Advertisement