Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરની વિવિધ હોસ્પીટલોમાં નર્સ તરીકે ફરજ બજાવી વતન આવેલી ત્રણ યુવતીના સેમ્પલ લેવાયા.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સુરતની વિવિધ હોસ્પીટલોમાં નર્સ તરીકે ફરજ બજાવી પોતાના વતનના ગામે આવેલ યુવતીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.તાજેતરમાં સુરતની કિરણ હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવીને પોતાના વતન બોરીયા ગામે આવેલ યુવતી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ જાહેર થઇ હતી જેથી આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં નર્સ તરીકે ફરજ બજાવી પોતાના વતનમાં આવેલ ત્રણ નર્સ યુવતીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં હેમલતાબેન બાબુભાઇ ચૌધરી રહે. લીંડીયા ફળિયું, ગામ રટોટી તેમજ ભારતીબેન જેરામભાઇ ગામિત રહે. બાડીબેડી ફળિયું ગામ વેરાકુઇ તેમજ અનસુયાબેન અશોકભાઇ ગામિત રહે, કંસાલી ગામ, તા. માંગરોળ. આ ત્રણેય યુવતીઓ સુરતની ખાનગી હોસ્પીટલોમાં ફરજ બજાવતી હતી અને હાલ પોતાના વતનના ગામે આવી હતી જેના સેમ્પ્લ સુરત સિવિલ ખાતે મોકલાયા છે.

Advertisement

Share

Related posts

લ્યો બોલો,ઓવૈસી ની પાર્ટીના ભરૂચ ના પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટર માઈન્ડ નીકળ્યો,લાખોના ડ્રગ્સ કેસ પ્રકરણમાં સાહીલ મલેક ની સંડોવણી

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું ગોડાઉન ઝડપી એક ઇસમની અટકાયત કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપર છેલ્લા 48 કલાકમાં બે અકસ્માતો ની અંદર બે મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!