સુરત લોકડાઉન અંતર્ગત પોતાની ફરજ દરમિયાન અડાજણ પ્રાઇમ આર્કેડ નજીક વિશ્વકર્મા વેલ્ડીંગ નામની દુકાનમાં પોલીસ દારૂની મહેફિલ માણી રહી હોવાનો વીડીયો વાઈરલ થયો હતો. આ ઘટનામાં રાંદેર પોલીસે ફરિયાદ નોંધી અડાજણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલની ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લોકડાઉન અંતર્ગત પોલીસ છેલ્લા 27 દિવસથી સતત ખડેપગે ફરજ બજાવી રહી છે. જોકે, ગત રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો હતો. વીડિયોમાં શહેરના અડાજણ આનંદ મહલ રોડ સ્થિત પ્રાઇમ આર્કેડ નજીક આવેલી પ્રગતિ સોસાયટીની સામે વિશ્વકર્મા વેલ્ડીંગ નામની દુકાનના પેસેજમાં પોલીસ જવાન દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેની આજુબાજુ ત્રણથી ચાર જણા નજરે પડી રહ્યા હતા.વાઈલ વીડિયો બાબતને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી લઇ તુરંત જ તપાસના આદેશ કર્યા હતા.વીડિયોમાં જે પોલીસ જવાન દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે અડાજણ પોલીસ મથકમાં સમન્સ ડ્યુટીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ અભેસિંહ ગઢવી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમની ધરપક્ડ કરવામાં આવી હતી.
સુરત : લોકડાઉન અંતર્ગત પોતાની ફરજ દરમિયાન અડાજણ પ્રાઇમ આર્કેડ નજીક વિશ્વકર્મા વેલ્ડીંગ નામની દુકાનમાં પોલીસ દારૂની મહેફિલ માણી રહી હોવાનો વીડીયો વાઈરલ થયો.
Advertisement