વાંકલ-માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે પોલીસે બાતમી ના આધારે રેડ કરતા ત્રણ ગાયો ની કતલ કરી રહેલા ચાર કસાઇ ઇસમો ભાગી છુટતા પોલીસે સ્થળ ઉપર પોલીસે ત્રણ ગાયના માથા, બાર પગ સહિત ૪૦૦ કિ.ગ્રા. ગૌમાસ અને કટિંગ કરવા વપરાયેલા સાધનો સાથે કુલ ૪૦,૪૩૦ નો મુદ્દામાલ કબજે લઇ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. માંગરોળ ના પો.સ.ઇ. પરેશ નાયી ને બાતમી મળી હતી કે નાની નરોલી ગામે કબ્રસ્તાનની બાજુની ખુલ્લી જગ્યામાં (૧) ઇલ્યાસ ઇકબાલ જીવા, (૨) ફરીદ ઉસ્માન છાણીયા બન્ને રહે. નાની નરોલી તેમજ મહંમદ રહે. તડકેશ્વર, તા. માંડવી, આ ત્રણ ઇસમો ભેગા મળી નાની નરોલી ગામના હનીફ મુસા ભુલા ઉર્ફે પચાસ ગ્રામ નામના ઇસમ પાસેથી ત્રણ ગાયો લાવી કબ્રસ્તાનની પાછળ કતલ કરનાર છે તેવી બાતમી મળતા અ.પો.કો. મીતેશભાઇ છાકાભાઇ, પો.કો. રાજદીપસિંહ અરવિંદસિંહ, અ.હે.કો. ચેતનભાઇ મનુભાઇ, મોબાઇલ ઇન્ચાર્જ જયકિશન મોયલાભાઇ, પો.કો. પ્રકાશ રમણભાઇ વગેરે કર્મચારીઓની ટીમે ઉપરોક્ત સ્થળે રાત્રી દરમ્યાન રેડ કરતા આરોપી કસાઇઓ અંધારામાં ભાગી છુટ્યા હતા. સ્થળ ઉપરથી પોલીસે ત્રણ ગાયના માથા, બાર પગ તેમજ ૪૦૦ કિલો ગૌમાસ કિ. રૂ. ૪૦,૦૦૦, ચાર નંગ છરા કિં.રૂ. ૪૦૦, ત્રણ દોરડા કિ.રૂ. ૩૦ મળી કુલ રૂ.૪૦,૪૩૦ નો મુદામાલ કબજે લીધો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ નાની નરોલી ગામના ત્રણ અને એક તડકેશ્વર ગામનો ઇસમ સહિત કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગુના સંદર્ભમાં અ.પો.કો. પ્રકાશભાઇ રમણભાઇએ માંગરોળ પોલીસ મથકમાં ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની કલમ ૫,૬,૮ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ હેઠળ ગુનો નોંધી માંગરોળ પોલીસ તપાસ કરી રહી છે.
માંગરોળના નાની નરોલી ગામે પોલીસે રેડ કરતા ત્રણ ગાયોની કતલ કરનાર ચાર કસાઇ ભાગી છુટ્યા
Advertisement