સુરત ખાતે સેનિટાઇઝર નો છંટકાવ કરવા માટે ગયા હતા. સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે નવી સિવિલ, સુરત મોકલાયા.
માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા નવી નગરી ફળિયામાં રહેતા ચાર જેટલાં યુવાનો જેઓ સુરત ખાતે સેનિટાઇઝર છંટકાવ કરવા માટે સુરત ગયા હતા. તેમને વાયરસ ના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લઈ, હોમ કોરોનટાઇન માં રાખવા માં આવ્યા છે. તેઓ સુરત થી આવ્યા બાદ ખાંસી, શરદી સહિત ના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા ચારેય ના બ્લડ ના સેમ્પલ લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા માં આવ્યા છે. (1) મુકેશ મહેશ વસાવા ઉ. વ. 35(2) રમણ ઉકડ વસાવા ઉ. વ. 38(3)બિપિન બચુ વસાવા ઉ. વ. 39(4)મેહુલ રમણ વસાવા . ને 17એપ્રિલ સુધી અને ત્યાર બાદ બીજા 14દિવસ એટલે કે 14 મે સુધી સેઇફ ક્વોરેન્ટાઇન માં રાખવા નો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા લેવા માં આવ્યો છે. ગામના સરપંચ નિકેશ ભાઇ તેમની ઉપર સતત નજર રાખી રહ્યા છે. તેઓ અને તેમના પરિવારો ઘર ની બહાર ન નીકળવા તેમજ આ વિસ્તાર માં આસપાસ રહેતા લોકોને પણ હાલ માં દૂર રહેવા ચેતવણી આપવા માં આવી છે. આરોગ્ય ખાતા ને જણાવ્યા મુજબ રિપોર્ટ 48 કલાક માં આવી જશે ત્યાર બાદ જરૂરી પગલાં લેવા માં આવશે.
માંગરોળ ના નવી નગરી ફળિયામાં રહેતા ચાર યુવાનોને કોરોના શંકાસ્પદ લક્ષણો દેખાતા હોમ કોરોનટાઇન કરાયા.
Advertisement