સુરત જેમ રામ નામનો પથ્થર પાણીમાં તરીને સેતુમાં બદલાય ગયો હતો. એમ હાલ કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે લોકડાઉનમાં ઘરમાં બંધ રહી પોતાને સુરક્ષિત રાખતા જરૂરિયાતમંદ લોકો માટે નમો નામનો શબ્દ રોટલીના સેતુમાં બદલાય ગયો હોય એમ કહીં શકાય છે. હાલ સુરત અડાજણ વિસ્તારમાં ધારાસભ્યની એક પહેલ નમો રોટી દાનને લઈ લોકો મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. એટલું જ નહીં પણ છેલ્લા 10 દિવસમાં લગભગ અડાજણની હાયફાય 40 સોસાયટીવાસીઓએ લગભગ 1.25 લાખ રોટલીઓનું દાન કરી ભુખ્યાને ભોજન પહોંચાડતી સંસ્થાઓની સુંદર કામગીરીમાં સહભાગી બન્યા છે. અડાજણમાં ભોજન વ્યવસ્થાનું આયોજન
ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અભિયાન અંતર્ગત કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ સાથે સંકલન કર્યું છે. અડાજણ ગામ દરજી ફળિયું, પેન્ટાલુન શોરૂમની પાછળ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં દરરોજ અંદાજે 8000 માણસોની રસોઈ થાય છે. સહકાર આપનાર સોસાયટીઓ વેસ્ટર્ન હાઈટસ, ગીતાંજલી કોમ્પ્લેક્સ, શાલીન એન્કલેવ, વાસ્તુલેખ રેસીડેન્સી, રાધેશ્યામ ટાઉનશિપ, સ્તુતિ યુનિવર્સલ, માઇલસ્તોન રેસીડેન્સી,પવિત્રા રેસીડેન્સી, સાઈ તીર્થ રેસીડેન્સી, શ્રી લેખા રેસીડેન્સી, રાજહંસ ઓરેન્જ,દર્શન સોસાયટી,સંગિની રેસીડેન્સી,નક્ષત્ર નેબ્યુલા,પ્રથમ રો હાઉસ,સાઈ સરકાર ગ્રુપ, મણી- રત્ન પાર્ક, મિલેનિયમ રેસીડેન્સી, પિરામિડ ટાઉન શીપ, સાગર સંકુલ રેસીડેન્સી, સલજ હોમસ,માધવ બાગ રો હાઉસ, સ્વપ્ન સૃષ્ટિ રેસીડેન્સી, ઓર્ચિત નેસ્ટ,પુનિત નગર, લેકવ્યૂ રો હાઉસ,રાજ વલ્ડ,અલખનંડા સોસાયટી,પરિશ્રમ પાર્ક ની આજુબાજુ વિસ્તારના રહીશો અને પરિવાર તરફથી 10410 રોટલી 25 કિલો ચોખા,10 કિલો ઘઉં, 5 કિલો તુવેર દાળ, 5 લિટર તેલ આપવામાં આવ્યું છે. આ સાથે 1500 લોકો માટે ખીચડી અડાજણ યુવક મંડળ દ્વારા
બનાવવામાં આવી રહી છે.
ક્યારે કેટલી રોટલી દાન થઈ
તારીખ 8-4-2020 – 7200
તારીખ 9-4-2020 – 7285
તારીખ 10-4-20 – 11050
તારીખ 11-4-20 – 11805
તારીખ 12-4-20 – 11550
તારીખ 13-4-20 – 13520
તારીખ 14-4-20 -11720
તારીખ 15-4-20 – 9945
તારીખ 16-4-20 -10265
તારીખ 17-4-20 – 10835
તારીખ 18-4-20- 10410
ટોટલ રોટલી- 115335
સુરતમાં ઘરે-ઘરેથી રોટલીઓ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી અનોખી પહેલ.
Advertisement