એક જ દિવસમાં બે કારીગરોની બે અલગ-અલગ વિસ્તારમાંથી સમયસર વેતન તેમજ જમવાનું નહીં મળતું હોવાના મુદ્દે ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં સવારે સુરત ડાયમંડ બુર્સના કારીગરોએ ધમાલ કર્યા બાદ સાંજે 7:30 થી 8 ની વચ્ચે લાસકાણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર કળથીયા સોસાયટીના હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી હતી. અમને વતન જવા દોની માંગણી સાથે રસ્તાને બંધ કરવા માટે મુકવામાં આવેલા બેરીકેડને ફેંકી દઈને લાકડા પણ તોડી પાડીને સળગાવી દીધા છે.આ સાથે શાકભાજીની લારીઓને ઉંધીવાળીને તેને પણ નુકશાન કરવામાં આવ્યું છે. લસકાણા વિવર્સ વિજય માંગુકિયા પાસેથી મળતી માહિતી અનુસાર, સાંજે 8 વાગ્યાની આસપાસ લસકાણાની પ્રમુખ સોસાયટીઓ જેવી કે ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા જેવી સોસાયટીઓમાં રહેતાં કારીગરો રસ્તે આવી ગયા હતા. અમને વતન જવા દોની માંગણી કરીને રસ્તો બંધ કરવા માટે પોલીસે મુકેલા બેરીકેડ અને લાકડાને ફેંકી દીધા હતા. આ ઉપરાંત, પોલીસ ઘટના સ્થળે આવતી જોઈને તેમના પર કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરીને રસ્તે પાર્ક કરેલી 3થી 4 જેટલી પ્રાઈવેટ વ્હીકલ્સને નુકશાન પણ કર્યું છે.
સુરતનાં લાસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સોસાયટીનાં હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી.
Advertisement