પોલીસ સ્ટેશનના પરિસરમાં પીએસાઈ સહિતના સ્ટાફ દ્વારા કોરોનાની જાગૃતિ ફેલાવવા ગીત બનાવવામાં આવ્યું છે.
પોલીસ સ્ટેશનના પરિસરમાં પીએસાઈ સહિતના સ્ટાફ દ્વારા કોરોનાની જાગૃતિ ફેલાવવા ગીત બનાવવામાં આવ્યું છે.
કોરોનાની જાગૃતિ માટે પોલીસે ગીત બનાવ્યું સલાબતપુરા પોલીસે ગીત બનાવ્યું. સુરત કોરોનાને લઈને તંત્ર દ્વારા અદ્રશ્ય લડાઈ લડવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્ટ જળવાઈ રહે તે માટે સમજાવવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે લોકડાઉનમાં લોકો ઘર બહાર ન નીકળે અને કોરોના સામેનો જંગ જીતે તે માટે સલાબતપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગીત બનાવવામાં આવ્યું છે. બોલીવુડના ગીતના ઢાળ પર ગવાયેલું ગીત હાલ લોકોમાં પ્રિય બની રહ્યું છે.પીએસઆઈ સહિતના સ્ટાફે ગીત બનાવ્યું. સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસાઈ સી.એચ પનારા અને સ્ટાફ દ્વારા પોલીસ વર્દીમાં હાથમાં ગીટાર લઈને ગીત બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનાવવામાં આવેલું ગીત હાલ લોકોને પસંદ આવી રહ્યું છે. કોરોનાને હરાવવો છે અને તેના માટે લોકોનો સાથ સહકાર માંગતા ગીતમાં લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, લોક ડાઉન દરમિયાન લોકો દ્વારા પણ અનેક ગીતો બનાવવામાં આવ્યાં છે. નાના બાળકો દ્વારા પણ પોતાની ક્રિએટીવી ગીત અને ચિત્રો દ્વારા પણ બહાર આવી રહી છે. ત્યારે લોકો પોલીસનો ગીત ગાતો ચહેરો જોઈને સરાહના કરી રહ્યાં છે.
સુરત : કોરોના વાઈરસ સામે જાગૃતિ લાવવા સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ગીત બનાવ્યું.
Advertisement