સુરત સિવિલ હોસ્પિટલ અને વેરાકુઈ આરોગ્ય કેન્દ્રની સામુહિક મહેનત રંગ લાવી. સુરત જિલ્લાનો પ્રથમ”કોવીડ-19″પોઝિટિવ દર્દી માંગરોળ તાલુકાના વસરાવી ગામે નોંધવા પામેલ હતો. મક્કા -મદીના (સાઉદી અરબ )ઉમરા કરવા માટે ગયેલ વ્યક્તિ તા.13/3/20 ના રોજ પોતાના ઘરે પરત ફર્યા હતા. તેમની તબિયત ના તંદુરસ્ત જણાતા શિફા હોસ્પીટલ -તડકેશ્વર ખાતે સારવાર લીધી હતી. શંકાસ્પદ કોવીડ -19 જણાતા પ્રા. આ. કેન્દ્ર વેરાકુઈ દ્વારા 22/3/20 ના રોજ નવી સિવિલ હોસ્પિટલ સુરતના કોવીડ -19 આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તા. 23 ના રોજ મોડી રાત્રે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. સિવિલ હોસ્પીટલ-સુરત ખાતે કુલ 13 દિવસો સુધી નિયમોનુસાર તમામ સારવાર પૂર્ણ કર્યા બાદ બધા રિપોર્ટ નેગેટિવ આવતા તેમને 4/4/20 ના રોજ સાંજે ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રા.આ. કેન્દ્ર વેરાકુઈની ટીમ દ્વારા સરકારી વાહનમાં ઘરે લાવવામાં આવ્યા હતા. તેમને ઘરમાં પ્રવેશ આપતા પહેલા સોડિયમ હાઇપોક્લોરાઇડની કામગીરી કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ડો.સઇદ અહમદ બી. નાતાલવાલાની આરોગ્ય ટીમે કોરોના વાયરસની સમજણ આપતી પત્રિકાઓનું વિતરણ, આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ, પોસ્ટર લગાડવા, માસ્કનું વિતરણ કરી સફળ કામગીરી કરી હતી. જેના ભાગ રૂપે બીજો એક પણ પોઝિટિવ દર્દી વસરાવી કે આજુબાજુના વિસ્તારમાં નોંધાયો ન હતો. જેમાં કુલ 53આરોગ્ય કર્મચારીઓ જોતરાયા હતા અને સફળ કામગીરી કરવામાં આવી હતી.સમગ્ર ઘરને અંદર અને બહારથી ડીસ ઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી હતી.
સુરત જીલ્લાનો પ્રથમ “કોવીડ -19″પોઝિટિવ દર્દી સાજો થતાં રજા આપવામાં આવી.
Advertisement