કોરોનાં વાઈરસ ની જે મહામારી ઉભી થવા પામી છે. જેને પગલે દેશ ભરમાં એકવીસ દિવસનો લોક ડાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અનેક કામ ધંધા બંધ થઈ જવા પામ્યા છે. ત્યારે સુરત જિલ્લા અને શહેરમાં મજુરી કામે અન્ય જિલ્લા અને રાજ્ય બહારના અનેક મજૂરો આવ્યા હતા. તે મજૂરો હવે પોતાનાં વતન તરફ જવા વાટ પકડી છે. પરંતુ હાલમાં ટ્રાન્સપોર્ટેશન બંધ હોય આ મજૂરોનો પરિવાર પગ પાળા પોતાનાં વતન તરફ ચાલતી પકડી છે. આવો જ એસી મજૂરોનો એક કાફલો માંગરોળ તાલુકા નાં મોસાલી ચાર રસ્તા ખાતે આવતાં મોસાલી દૂધ મંડળીનાં પ્રમુખ મકસુંદભાઇ માજરા (લાલભાઈ) અને માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ. પરેશ એચ.નાયી એ આ કાફલા ને મોસાલી ચાર રસ્તા ખાતે બેસાડી નાસ્તો અને પાણી આપી એક ટેમ્પો ભાડે કરી આપી નેત્રંગ જવા રવાના કર્યા હતા. મકસુંદભાઇ માજરા એ પોતાનાં તરફથી આ વ્યવસ્થા કરી હતી. હાલનાં યુગમાં હજુ પણ માનવતા જીવી રહી છે.
નઝીર પાંડોર:- માંગરોળ