આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા 24 કલાક લોકોની સેવા કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં COVID-19 viras ના કારણે લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારેશેરડી, ડાંગર, પશુપાલન, ફળો, શાકભાજી તેમજ અન્ય ખેતી પાક માટે કામ કરતા પરપ્રાંતી ખેત મજૂરોની સ્થિતિ કફોડી બનવાના કારણે તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. જો આ ખેતમજૂરો પોતાના વતમાં આવી જ રીતે પરત ફરવાનું ચાલુ રહેશે તો ખેડૂતોને ખેતી માટે ખેત મજૂરો મળી રહેશે નહીં. પકવેલો પાક હાથ માંથી છીનવાઈ જશે એવી પરિસ્થિતિ ઉદ્દભવી શકે છે. સહકારી મંડળીઓ, સુગરમિલો, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય નિઃસ્વાર્થ સેવાભાવિ સંસ્થાઓ દ્વારા આવા ખેત મજૂરોની મદદ કરવામાં આવી રહી છે. પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી મદદ પૂરતી નથી. ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આવા ખેત મજૂરોના હિતને ધ્યાનમાં રાખી દરેક ખેડૂતો મિત્રોને, રાજકીય આગેવાનો તથા સરપંચશ્રીઓ ને અપીલ કરવામાં આવે છે કે આવા ખેત મજૂરો આપણા ખેડૂતોના જ પરિવારના સભ્યો છે. ખેતમજૂરો વગર ખેતી કરવમાં ઘણી મુશ્કેલ પડશે. આથી જે કોઈ ગામ કે મહોલ્લામાં આવા ખેત મજૂરો વસવાટ કરતા હોય તો તેમને સુવ્યવસ્થિત રહેઠાણ, પૂરતું ભોજન, દૂધ, તેમજ સ્વચ્છ પાણી વ્યવસ્થા કરી આપવામાં આવે તો આવા ખેત મજૂરો પોતાના વતન પરત ફરતા અટકશે અને ખેત મજૂરોનું વર્તમાન સમયમાં સર્જાયેલ પરિસ્થિતિમાં આરોગ્ય પણ જળવાઈ રહેશે. આ આપણા દરેક ખેડૂતોની અને ભારત દેશના નાગરિક તરીકે નૈતિક ફરજ છે કે જે આપણને ખેતીના કામમાં કોઇપણ રીતે મદદરૂપ થતું હોય તેની શક્ય હોય તેટલી મદદ કરવી. સુગર ફ્રેક્ટરી ના સંસ્થાના સંચાલકોની વહીવટી તંત્રને સાથે મળી શેરડીની કાપણી પૂર્ણ થયા બાદ શેરડીની કાપણી માટેના ખેત મજૂરોનું આરોગ્ય જળવાઈ રહે અને સકુશળ તેમને તેમના વતનમાં મોકલવાની જવાબદારી રહેશે.
ખેડૂત સમાજ ગુજરાત દ્વારા જાહેર અપીલ : મજૂરોને યોગ્ય મદદ કરો.
Advertisement