સમગ્ર દેશમાં 21 દિવસનો સૌથી મોટો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે, સાથે જ 144 ની કલમ લાગુ કરવામાં આવી છે.આવશ્યક સેવા સિવાયની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં રાજયનાં અન્ય જિલ્લા જેવા કે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ તથા નંદરબાર, એમ.પી.,રાજસ્થાન વિસ્તારનાં હાજરો મજૂરો રોટી રોજી કમાવવા માટે આ તરફ આવે છે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે એને પગલે તમામ કામો બંધ થઈ જતાં આ મજૂરો માટે રોજી રોટીનો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે,હવે આ મજૂરોએ પોતાનાં વતન તરફ વાટ પકડી છે . કોઈ પણ વાહન ન હોવાથી આ મજૂરો ત્રણ દિવસથી હાઇવે ઉપર પગપાળા ચાલતી પકડી છે, જો કે હાઇવે ઉપર કેટલીક સેવાભાવી સંસ્થાઓએ નાસ્તો, પાણી અને ભોજનની વ્યવસ્થા કરી હતી, આ અંગેનાં સમાચારો પ્રસિધ્ધ તથા આખરે એસ.ટી.વિભાગે ઉપરોક્ત વિસ્તાર માટે મજૂરોને મુકવા જવા માટે એસ.ટી. બસો ગત રાત્રી દરમિયાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવતાં મજૂરો હવે પગપાળાને બદલે એસ.ટી.માં પોતાનાં વતન પહોંચી જશે.
પરપ્રાંત અને રાજયનાં અન્ય જિલ્લામાં હીજરત કરી રહેલાં મજૂરોને વતનમાં પહોંચાડવા માટે સુરત એસ.ટી.વિભાગે બસો દોડાવી.
Advertisement