Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કોરોના વાઇરસને લઈ લગ્ન સ્થગિત 29 મી માર્ચે લગ્ન હતા.

Share

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત અને સુરતમાં પણ વધતા જતા કેસોને લઈને લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે. આ મહામારી વચ્ચે પાંડેસરામાં રહેતા એક કપલે પોતાના લગ્ન મોકૂફ રાખીને જનજાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે. કપલે પોતાના લગ્નમાં થનારી ભીડને ટાળવા માટે 28 અને 29મી માર્ચે યોજનારા લગ્ન મોકૂફ રાખ્યા છે. પાંડેસરામા રહેતા લગ્નના બંધને બંધાવા જઈ રહેલા મહારાષ્ટ્રીયન ધીરજ સુરેશભાઈ સોનવને અને લક્ષ્મી સાહેબરાવ સોનવનેની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બંનેના માર્ચની 29 મી માર્ચના રોજ લગ્ન નક્કી થયા હતાં. સુરતીઓ લગ્ન લંબાવી લોકોમાં ભીડભાડથી દૂર રહી જાગૃતતાનો અનોખો સંદેશો આપી રહ્યા છે. સુરતના પાંડેસરાના એક મહારાષ્ટ્રીયન યુવકે 29 માર્ચના લગ્ન એપ્રિલ મહિનામાં કરવાનો નિર્ણય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. ધીરજનું કહેવું છે કે, લક્ષ્મી સાથે મારા જીવનભરના સંબંધ બંધાયા પછી ફેરા તો ગમે ત્યારે લઈ શકાય પણ આ માહામારી સામે હાલ આખો દેશ લડી રહ્યો છે ત્યારે હું લગ્નમાં સમાજ અને મિત્રોને ભેગા કરી આ વાઇરસનો ચેપ આપું એ મંજૂર નથી. મારા આ વિચારમાં મારી ફિયાન્સી લક્ષ્મી પણ સહમત થતા અમે લગ્ન એપ્રિલમાં કે ત્યારપછી જ્યારે આ જીવલેણ બીમારી હટશે ત્યારે તારીખ નક્કી કરી અગ્નિના સાત ફેરા ફરી સુખમય દામ્પત્ય જીવનમાં જોડાઈશું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને. હા. નં. 48 પાસેથી ખેતરમાં જુગાર રમતા ત્રણને ઝડપી પાડતી જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

ભરૂચનાં મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

भारत ने ऑल्ट बालाजी पर 2020 में इन कार्यक्रमों का लिया भरपूर आनंद; अब 2021 के लिए हो जाइए तैयार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!