સુરતના વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં મંગળવારે બપોરે એક આરોપીનું મોત નિપજ્યું હતું. આરોપી દારૂ જુગારનો આંકડો ચલાવે છે એવું કહીને પોલીસ, પોલીસ સ્ટેશને લાવી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ સીઆરપીસી 151 કર્યું હતું. બપોરે દોઢ વાગે આરોપી લોકઅપમાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. પરિવારનો આક્ષેપ હતો કે તેને માર માર્યો હતો. જ્યારે પોલીસનું કહેવું છે કે, ખેંચ આવવાથી આરોપીનું મોત નિપજ્યું છે. જોકે, આજે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી પોલીસ સામે ગુનો નોંધવાની માંગ કરી છે અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી ગયા છે. નારાજ પરિવારજનોએ જણાવ્યું હતું કે જે પોલીસ પિતાને ઉપાડી ગઈ એની સામે ફરિયાદ દાખલ કરો તેમજ દારૂ અને આંકડો રમાડતા પકડાયેલા પિતા પાસેથી કેટલી રકમ જપ્ત કરાઈ એ જાહેર કરો. તેઓએ પોલીસ ગેરમાર્ગે દોરી પિતાને દારૂ વેચતા અને આંકડો રમાડતા હોવાનું કહી રહી છે, તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો.
સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.
Advertisement