ભાજપના કોર્પોરેટર ના પિતા અને ભાઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. સુરતના રાજકારણમાં ગરમાવો
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-૧૧ ના કોર્પોરેટર ના પિતા અને ભાઈ એ બાંધકામ સાઈટ પર હેરાનગતી નહિ કરવા કોર્પોરેટર વતી રૂપિયા ૭૫૦૦૦/- ની લાંચ ની માગણી કરી હતી જે પૈકી રૂપિયા ૨૦,૦૦૦ હજાર બને એ અગાઊ સ્વીકાર્યા હતા… બાકીના રૂપિયા ૫૫૦૦૦/- હજાર આપવા અંગે વાયદો કરવામાં આવ્યો હતો આ અંગે વિગતે જોતા સુરત મહાનગર પાલિકા વોર્ડ નં-૧૧ ના કોર્પોરેટર ના પિતા મોહનભાઈ જેઠાભાઈ સુમરા રહે. સૈયદ પુરા સુરત અને તેમના પુત્ર પ્રિન્સ ઊર્ફે વિક્કી મોહનભાઈ સુમરા રહે. વરીયાળી બજાર એ બાંધકામ સાઈટ પર હેરીનગતી ન કરવા અંગે રૂપિયા ૭૫૦૦૦ હજાર જેટલી રકમની લાંચની માંગણી કરી હતી જે પૈકી રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચ ચુકવી દેવાઈ હતી ત્યાર બાદ લાંચ રૂસ્વત વિરોધ શાખાને ફરીયાદ કરાતા છટડુ ગોઠવવામાં આવ્યું હતુ જે મુજબ બંને આરોપીઓ વાવ શેરી સૈયદ પુરા સુરત ખાતે જાહેરમાં રોડ ઊપર બાકીના રૂપિયા ૫૫૦૦૦ હજારની લાંચ લેવા આવતા ગ્રામ્ય એ.સી.પી પોલીસ મથકના પી.આઈ. ડી.કે.વનાર એ ઈન્ચાર્જ મદદનીશ નિયામક એ.સી.પી સુરત એન.પી.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.
આ બનાવની સમગ્ર સુરત શહેરમાં આ બનાવે રાજકીય ચકચાર ફેલાવી દિધી છે હાલા મા જ હજી રેપ ના બનાવની શાહી સુકાઈ નથી ત્યાંજ આ લાંચ નો બનાવ બનતા ભજપના કોર્પોરેટરો નિર્દોષ નાગરીકોને રંગાડીને નાણા એકઠા કરતા હોવાનુ આ બનાવના સંદર્ભે ચર્ચા ઓ આવી રહી છે જાણકારો ભા.જ.પ ના ભય,ભુખ અને ભ્રષ્ટાચાર ની સુફયાણી વાતોની ટીકા કરતા જણાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.