Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં લીંબયાત વિસ્તારનાં ગોડાદરામાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાથી લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યાવાહી ન થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

Share

સુરતના લીંબયાત વિસ્તારનાં ગોડાદરામાં અસામાજિક તત્વો અંકિત પાંડે નામનો શખ્સ તેના સાગરીતો સાથે તલવારો અને ફટકા સાથે બેખોફ ફરી આતંક મચાવી રહ્યો છતાંય લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યાવાહી ન થતા સ્થાનિક રહીશોમાં ખોફ જોવા મળી રહ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારની જય જલારામ સોસાયટીમાં અંકિત પાંડેએ અસામાજિક તત્વોએ સાથે સોસાયટીમાં તોડફોડ કર્યું હતું.તેઓએ એક અજાણ્યા શખ્સને ઢોર માર માર્યો હતો. આ અજાણ્યો શખ્સ જીવ બચાવવા એક મકાનમાં ઘુસી ગયો ત્યારે તે ઘરમાં પણ આ લુખ્ખા તત્વો ઘુસી ગયા હતા અને ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ સુરેન્દ્ર મિશ્રાને પણ માર માર્યા હતા. તેમજ તે ઘરમાં રહેલ મહિલાઓને પણ બિભસ્ત ગાળો આપી હતી. આ આંતક બાદ સ્થાનિકોએ 100 અને 108 નંબર પર કોલ કર્યા છતાં પોલીસ મદદ પહોંચી નહોતી. છેવટે ઘરના સદસ્યોએ લીંબાયત પોલીસ મથકે ગયા ત્યાં કહેવાય છે કે પોલીસે પણ કાચી ફરિયાદ લીધી હતી. જોકે હજી સુધી પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરામાં રખડતા ઢોરોના કારણે બે યુવાનો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ગાંધીનગર : ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ProudOfGujarat

આગામી 72 કલાક માં નવસારી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!