કોરોના વાઈરસની તકેદારીના ભાગરૂપે જિલ્લા કોર્ટમાં પ્રવેશતા તમામ લોકોનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 37 થી વધુ ડિગ્રી તાપમાન ધરાવતા લોકોને પ્રવેશ અપાયો નહોતો. સાથે કોર્ટમાં વિશેષ સાફસફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોર્ટ બિલ્ડીંગના પ્રવેશ દ્વાર પર સૂચના લખી દેવામાં આવી છે કે પક્ષકારો તથા જે તે કામના સાક્ષીઓએ નામદાર કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી તેમજ જે તે કેસ અંગેની તારીખ વકીલને ફોન પર સંપર્ક કરીને મેળવી લેવા વિનંતી કરતો પત્ર ચોંટાડી દેવામાં આવ્યો છે.સાથે જ કોર્ટમાં અગત્યના કામ માટે આવતાં લોકોને ચેકીંગ બાદ પ્રવેશ અપાય છે. વકીલ,કર્મચારીઓ,કલાર્ક સહિતના તમામના ચેકીંગ કરવામાં આવી રહ્યાં છે. આ અંગે મુખ્ય સરકારી વકીલ નયન સુખવાલા અને બાર એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી.
સુરત ન્યાય સંકુલમાં પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા તકેદારીનાં શ્રેણીબંધ પગલાંઓ લેવાયા છે.
Advertisement