Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં રાંદેર વિસ્તારનાં પાલનપુર પાટિયા નજીક એક પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી.

Share

સુરતનાં રાંદેર વિસ્તારનાં પાલનપુર પાટિયા નજીક એક પ્લાસ્ટિકની દુકાનમાં આજરોજ વહેલી સવારે લાગેલી આગનો કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ ફાયરના જવાનોએ આગને કંટ્રોલ કરી લેતા આજુબાજુના દુકાનના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયરની ટીમ આગની જ્વાળાઓમાં લપેટાયેલી પ્લાસ્ટિકની દુકાનની આગને કાબુમાં લેવાના પ્રયાસમાં જોતરાઈ ગઈ હતી.

એટલું જ નહીં પણ આજુબાજુની અનેક દુકાનો આગની ઝપેટમાં ન આવી જાય એની કાળજી રાખી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. 

Advertisement

Share

Related posts

સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.

ProudOfGujarat

નડિયાદ બધિર વિદ્યાલયમાં બધિર દિવસ-સપ્તાહની ઉજવણી કરાઈ

ProudOfGujarat

પાટણના સરસ્વતીમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!